સંઘપ્રદેશ દમણમાં કોરોના મહામારીનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે જેની સામે કોરોના રક્ષણની રસી મુકવામાં ગતિ જોવા મળી રહી છે. શનિવારે પાંચ કેન્દ્ર ઉપર કુલ 2, 540 લોકોને ફર્સ્ટ અને બીજા ડોઝની રસી આપવામાં આવી હતી જ્યારે કોરોના પોઝિટિવનો નવો એક પણ કેસ નોંધાયો ન હતો.દમણ આરોગ્ય વિભાગે શનિવારે કુલ 155 સેમ્પલ લીધા હતા જે પૈકી એકપણ પોઝિટિવ રીપોર્ટ આવ્યો ન હતો. બીજી તરફ હાલમાં દમણ જિલ્લામાં માત્ર કોરોના પોઝિટિવના માત્ર બે દર્દી જ સારવાર લઇ રહ્યા છે.
દમણમાં 18 પ્લસ દરેક વ્યક્તિને કોરોના વેક્સિનના પ્રથમ અને બીજો ડોઝ જેમ બને એમ જલ્દી લાગે એ આશયથી પાંચ કેન્દ્ર ઉપરથી રસી આપવામાં આવી રહી છે. શનિવારે અંદાજે અઢી હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. દમણ જિલ્લામાં હવે પર્યટક સ્થળ ખોલી દેવાતા શનિ અને રવિવારની રજાના દિવસે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડતા હોય છે. ત્યારે સાવધાની જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.