મીની કાશ્મીર દૂધની દમણગંગાનું સૌંદર્ય:110થી વધુુ હોડીઓને રંગબેરંગી વસ્ત્રોથી સુશોભિત કરી કાશ્મીરી લુક અપાયો

દાનહ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંઘપ્રદેશ દાનહના દૂધનીમાં દમણગંગા નદીનો નજારો શિયાળાની સવારનું વાતાવરણ મિની કાશ્મીર જેવી અનુભૂતિ કરાવે છે. જેને લઇ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સહેલાણીઓ માટે રંગબેરંગી હોડીઓને શણગારવામાં આવી છે. તો બીજી તરફ શિયાળાની સવારે નદીનાં કિનારે આવેલા ડુંગરોનો નજારો ધુમ્મસછાયું વાતાવરણનાં કારણે આહલાદક લાગે છે.

સંઘપ્રદેશ દૂધનીમાં આવેલ દમણગંગા નદીની આજુબાજુ ત્રણ બોર્ડરો આવેલી છે. જેમાં ગુજરાતનું કપરાડા તાલુકાનું ચોંઢા અને વાડી તિસ્કરી ગામ આવેલું છે. જયારે મહારાષ્ટ્રનું નાશિક જિલ્લાનું ત્ર્યબંક અને સંઘપ્રદેશનું દૂધની આવેલું છે. આમ દૂધની નદીની ફરતે ત્રણ બોર્ડરો આવેલી છે.

દૂધનીમાં કુલ 110થી વઘુ હોડીઓ આવેલી છે. જે હોડીને રંગબેરંગી વસ્ત્રોથી સુશોભિત કરી કાશ્મીરી શિકારાનો લુક આપવામાં આવ્યો છે. તો બીજી તરફ દમણગંગા નદીની ચારે તરફ ડુંગરો આવેલા છે. જેને લઇ શિયાળાની સવારે ધુમ્મસછાયું વાતાવરણનાં કારણે મિની કાશ્મીર જેવો નજારો આહલાદક જોવા મળે છે.

દૂધની દમણગંગા નદીની ફરતે ત્રણ રાજ્યની બોર્ડર
સંઘપ્રદેશ દાનહનાં દૂધની નદીની એક તરફ ગુજરાત,જયારે બીજી તરફ મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશનું દૂધની આવ્યું છે. દૂધની આવવા માટે મહારાષ્ટ્રનાં તલાસરીથી 35 કિમીનું અંતર છે. જયારે ગુજરાતનાં વાપીથી 45 કિમીનું અંતર થાય છે. દૂધની દમણગંગા નદીની ચારેબાજુ ડુંગરો આવેલા છે. અહીં ખાસ કરીને સુરત, ભરૂચ અને મહારાષ્ટ્રમાંથી સૌથી વઘુ સહેલાણીઓ આવતાં હોવાનું દુધનીનાં હોડી એસોસિએશનના પ્રમુખ અંબુભાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...