વિકાસના કામો અટવાયા:દમણ પાલિકાના સભ્યોએ ચીફઓફિસર અને પ્રમુખને મળી લોકોની સમસ્યા જણાવી, 6 વર્ષથી પ્લાન મંજૂર ન થતાં વિકાસ રૂંધાયો

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દમણ પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ લોકોની સુખાકારી માટે બેઠક કરી - Divya Bhaskar
દમણ પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ લોકોની સુખાકારી માટે બેઠક કરી

સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવ ભાજપ પ્રદેશના સંગઠન મહામંત્રી વિવેક દાઢકરના નેતૃત્વમાં દમણ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલરોનું પ્રતિનિધિ મંડળે સોમવારે દમણ પાલિકાના ચીફ ઓફિસર અરુણ ગુપ્તા અને દમણ પાલિકા પ્રમુખ સોનલબેન પટેલને મળ્યું હતું.

આજની બેઠકમાં દમણ શહેરની વિવિધ સમસ્યાઓ અને વિકાસના મુદ્દાના આધારે જાહેર જનતાના પ્રશ્નો વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. લોકોની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. રસ્તા, સ્વચ્છતા, પાલિકાના વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગોની મંજુરી, મકાન બાંધકામની મંજૂરી વગેરે જનતાને સ્પર્શતા મુદ્દાઓ અંગે પરસ્પર સંવાદ થયો હતો.

તેમજ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના સહિત અનેક જાહેર સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અંતે પ્રતિનિધિ મંડળ દ્વારા પાલિકા પ્રમુખ સોનલબેન પટેલને એક આવેદન આપી અનેક સૂચનો કરાયા હતા.\nઆજની મીટીંગમાં પ્રદેશના સંગઠન મહામંત્રી વિવેક ધાડકર સાથે ડીએમસી પ્રમુખ સોનલબેન પટેલ, ઉપપ્રમુખ આશિષ ટંડેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા તેમજ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સિમ્પલબેન કાટેલા સાથે ભાજપના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. દમણ શહેરમાં ખરાબ માર્ગોથી પ્રજા પરેશાન છે જ્યારે છેલ્લા 6 વર્ષથી બિલ્ડિંગના પ્લાન મંજૂર ન કરાતા અનેક વિકાસના કામો અટવાયા છે.

અન્ય સમાચારો પણ છે...