કાર્યક્રમ:દમણ દિલિપ નગરના ગ્રાઉન્ડમાં સામુહિક માતૃ અને પિતૃ પૂજન

દમણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોએ માતા-પિતાનું પૂજન કાર્યક્રમમાં જોડાયા

શ્રી યોગ વેદાંત સેવા સમિતિ વાપી દમણ દ્વારા રવિવારે દિલિપ નગર ગ્રાઉન્ડમાં 14 ફેબ્રુઆરીએે માતૃ-પિતૃ દિવસની ઉજવણી માટે સામુહિક માતૃ-પિતૃ પુજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ માતૃ-પિતૃ પૂજન કર્યુ હતું. આયજકોએ વિદેશ સંસ્કૃતિનું અનુકરણ ન કરવા તથા હિન્દુ સંસ્કૃતિ અનુકરણ કરવાનો સંદેશ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ જયંતિભાઇ પટેલ પૂર્વ પાલિકા સભ્ય, દમણ જિલ્લા પંચાયત અધ્યક્ષ વિકાસભાઇ પટેલ, આરએસએસના ઉજવલ પટેલ, જીગર પટેલ, બંજરગ દળના મયુર કદમ,તરુણાબેન પટેલ, એ.જી.શુક્લા સહિતન મહાનુભાવો હાજર રહ્યા હતાં. મહાનુભાવોએ વિદેશી સંસ્કૃતિનું અનુકરણ ન કરવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...