ધર્મ ઉત્સવ:મોટીદમણમાં સ્મશાનભૂમિના લાભાર્થે શિવ કથાનો શુભારંભ

દમણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર વિશ્વનું સર્જન કરનાર ભગવાન શિવ પોતે સ્માનશમાં રહેવાનું પસંદ કરે છે

મોટી દમણના ભીતવાડી સ્થિત દરિયા કિનારે હિન્દુ સ્માશનભૂમિના લાભાર્થે શિવકથાનું આયોજન કરાયું છે જેનો શુભારંભ શનિવારથી થયો છે. કથાકાર મેહુલભાઇ જાની (ખેરગામવાળા) સાત દિવસ સુધી કથાનું રસપાન કરાવશે. શનીવારે ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન મિનલ પટેલ અને જગદીશ પટેલના નિવાસ સ્થાનેથી પોથીયાત્રાનો શુભારંભ કરાયો હતો. પોથીયાત્રામાં રથ ઉપર બિરાજમાન કથાકાર મેહુલ જાનીના આગળ શિવભકતો નૃત્ય કરતા જોડાયા હતા.

હિન્દુ સ્મશાનભૂમિ મોટી દમણના કમિટિના અશોક રાણા, વાસુભાઇ પટેલ, ભરતભાઇ ભટ્ટ, કિશોર દમણિયા, ભરત સાગર, પ્રેમા પટેલ, વિષ્ણુ હળપતિ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. ઘેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ હિતાક્ષી પટેલ, જિગનેશ પટેલ, દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવી, આટિયાવાડ જિલ્લા પંચાયત સભ્ય સુનિતા હળપતિ, ભાજપ નેતા વિશાલ ટંડેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કથાકાર મેહુલ જાનીએ પ્રથમ મંડપમાં ભક્તો દ્વારા રાખવામાં આવેલી પિતૃઓની તસવીરને પુષ્ણાજંલિ અર્પણ કરી હતી.

કથાકાર મેહુલ જાનીએ વ્યાસપીઠ ઉપરથી કથાનો શુભારંભ કરાવતા કહ્યું કે, સમગ્ર વિશ્વનું સર્જન કરનાર ભગવાન શિવ પોતે સ્માનશમાં રહેવાનું પસંદ કરે છે. 35 વર્ષની મારી ઉંમરમાં 203 કથા કરી છે. આ પ્રથમ કથા છે જે શિવના પ્રિય સ્થાન ઉપર થઇ રહી છે. દુનિયામાં માત્ર સ્મશાન જ એવી જગ્યા છે જ્યા માનવીની અંદર થોડા સમય માટે પણ વૈરાગ્ય ઉત્પન થાય છે.

સ્મશાનમાં 12 ફૂટ ઊંચા ફાઉન્ડેશનમાં 51 ફૂટ ઊંચી શિવ પ્રતિમાનું સ્થાપન થશે
મોટી દમણ હિન્દુ સ્મશાનભૂમિમાં સ્થાપિત થનારી શિવ પ્રતિમા અંગે કથાકાર જાનીએ કહ્યું કે, અહિં સ્માશનમાં 12 ફૂટ ઊંચા ફાઉન્ડેશનમાં 51 ફૂટ ઊંચી શિવ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જયા સુધી સુરજ ચાંદ અને સમુદ્દ રહેશે ત્યાં સુધી દમણના આ દરિયા કિનારા ઉપર ભગવાન શિવની પ્રતિમા પોતાના વિરાટ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપતી રહેશે. મોટીદમણના રમણીય રામસેતુ નજીક હિન્દુ સ્માશનભૂમિ આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...