તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:દમણ ડાભેલમાં સગીરાના અપહરણમાં આખરે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ

દમણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છેડતીની ફરિયાદ પોલીસે ન નોંધતા યુવક સગીરાને ભગાડી ગયાનો આક્ષેપ

દમણના ડાભેલના આટિયાવાડની સગીરાના અપહરણ કેસમાં આખરે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.દમણના ડાભેલના આટિયાવાડ વિસ્તારમાં રહેતા અને ભંગારના વેપારીની 13 વર્ષીય સગીરા સરકારી શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. ગત 15મી ઓગસ્ટની રાત્રીએ સમગ્ર પરિવાર જમી પરવારીને સુઇ ગયો હતો જોકે, સવારે તેમની 13 વર્ષની પુત્રી ઘરમાં જોવા મળી ન હતી. સગીરાની આજુબાજુના વિસ્તાર તથા સંબંધીને ત્યાં તપાસ કરવા છતાં પણ કોઇ પત્તો મળ્યો ન હતો. આખરે સગીરાના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી છે.

સગીરાનું આ વિસ્તારમાં જ રહેતા ધર્મેન્દ્ર ગુપ્તા નામક આરોપી અપહરણ કરીને લઇ ગયો હોવાનો આક્ષેપ પિતા લગાવી રહ્યા છે.\nઅપહ્ત સગીરાના પિતાએ પોલીસ ઉપર એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ડાભેલ આઉટ પોસ્ટના પીએસઆઇ સદાનંદ ઇનામદાર અને કોન્સ્ટેબલ આકિબ ખાનના આરોપી સાથે સારા સંબંધ હોવાથી અપહરણ અગાઉ સગીરાના પિતાએ આરોપી સામે છેડતીની ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા જેમાં પોલીસે ફરિયાદ ન નોંધતા આખરે કથિત અપહરણ કરનાર ધર્મેન્દ્ર સગીરાને ભગાડી ગયો હતો.

અભ્યાસ છોડાવી વતનમાં મોકલી આપવા પોલીસે જણાવ્યું
અપહરણના થોડા દિવસ અગાઉ સગીરાના પિતા જ્યારે આરોપી સામે ફરિયાદ નોંધાવવા માટે ગયો તો પોલીસ અધિકારીએ ગુનો નોંધવાના બદલે એવી વણમાગી સલાહ આપી હતી કે, સગીરાનો અભ્યાસ છોડાવીને વતન મોકલી આપો. હાલ અપહ્ત સગીરાના નિવેદન લઇને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...