તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:દમણ સોમનાથની આરકે કંપનીમાં કામદારનો મશીનમાં હાથ કપાયો

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ વળતર માટે હાથ ઊંચા કરતા હાલત કફોડી બની

દમણના સોમનાથ સ્થિત આરકે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી વેળા 45 વર્ષીય કામદારનો હાથ મશીનમાં આવી જતા તૂટી ગયો હતો. ઇજાગ્રસત કામદાર હાલ વાપી હરિયા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.\nઆરકે ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં 45 વર્ષીય મોહમદ ઇકલાખ રાહિની પ્લાસ્ટિક સ્ક્રેપને ગ્રેડિંગ કરતી મશીન ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે તેમનો જમણો હાથ મશીનમાં ફસાતા કપાઇ ગયો હતો.

ઇજાગ્રસ્ત કામદાર મોહમદ ઇકલાખ રાહિનીને તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યા એમના હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે, હજી સુધી કંપની તરફ પોલીસ ફરિયાદ કે વળતર માટે કોઇ તજવીજ હાથ ન ધરાતા તેમની પત્ની હાલત કફોડી બની છે. હાલ ઇજાગ્રસ્ત કામદાર હરિયા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. ત્યારે તેમના પરિવારને કંપની તરફથી વળતરને મુદ્દે ચિંતા વધી છે.

અન્ય સમાચારો પણ છે...