આરોગ્ય મેળાનું આયોજન:દમણ-દાનહમાં દર્દીની તપાસ માટે નિષ્ણાતો સાથે ટેલીકન્સલ્ટેશનમાં 40 કોલ કરાયા

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગના મેળામાં 1350થી વધુ દર્દીઓની સારવાર થઇ

આયુષ્માન ભારતની 4થી વર્ષગાંઠ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય મેળામાં 1350 લોકોની તપાસ કરી સારવાર કરવામાં આવી હતી. આયુષ્માન ભારતની ચોથી વર્ષગાંઠ નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે દાનહ અને દમણમાં 18 એપ્રિલે દમણ જિલ્લા હોસ્પિટલ મરવડ અને ખાનવેલની જિલ્લા હોસ્પિટલ ખાતે આરોગ્ય મેળાનું આયોજન કર્યું હતું.

આરોગ્ય મેળામાં સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, ઓર્થોપેડિસ્ટ, સર્જન, મનોચિકિત્સક, દંત ચિકિત્સક દ્વારા આરોગ્ય તપાસ, સારવાર અને જાગૃતિ આપવામાં આવી હતી. આ કેમ્પમાં ડાયાબિટીસ, હાઈપરટેન્શન, કેન્સર, મોતિયા જેવા બિનચેપી રોગોની બ્લડ ટેસ્ટ અને સ્ક્રીનીંગ પણ કરાયું હતું. મેળાનું ઉદઘાટન દમણમાં કલેકટર તપસ્યા રાઘવ અને ખાનવેલ નિવાસી તબીબ ડો. સુનાભ ડેપ્યુટી કલેક્ટર ખાનવેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ શિબિરોમાં પ્રજનન અને બાળ આરોગ્ય, બિનસંચારી રોગો, ક્ષય, મેલેરિયા, અંગ દાન, સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ જેવા કાર્યક્રમો હેઠળ દર્દીની તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાતો સાથે ટેલીકન્સલ્ટેશનમાં 40 કોલ પણ કરવામાં આવ્યા હતા. કેમ્પમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ ડિજિટલ કાર્ડની નોંધણી અને ઈશ્યુ પણ કરાયા હતા. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકોને નિષ્ણાત સેવાઓનો લાભ આપવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...