તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:દમણમાં એક જ દિવસે 3 હજારને વેક્સિનનો બીજો ડોઝ અપાયો

દમણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના મુક્ત બન્યા બાદ હવે રસીકરણ પૂર જોશમાં

ત્રણ દિવસ પૂર્વે દમણ પ્રદેશમાં કોરોનાનો એકપણ એક્ટિવ કેસ ન રહેતા પ્રદેશ કોરોના મુક્ત બન્યો છે. જોકે, સંભવિત ત્રીજી લહેરની આશંકાને લઇ પ્રદેશમાં વેક્સિનેસનની કામગીરી પણ ઝડપી કરી દેવામાં આવી છે. શનિવારે એક જ દિવસમાં 3 હજારથી વધુ લોકોને વેક્સિનેટેડ કરાયા હતા. કોરોનાની બીજી લહેરમાં દમણ જિલ્લામાં પ્રથમ લહેર કરતાં 50 ટકા વધુ કેસ નોંધાયા હતા. જોકે, આરોગ્ય વિભાગ અને પ્રશાસન ટીમની કુનેહ નીતિ અને કામગીરીને લઇ પ્રદેશમાં બીજી લહેરમાંથી પણ હેમખેમ બહાર આવી ગયું છે.

દમણ જિલ્લામાં કોરોના વેક્સિનેશનમાં 100 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ હવે બીજો ડોઝની કામગીરી પણ જલ્દીથી પૂર્ણ કરવા માટે પ્રશાસન દ્વારા અેડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. શનિવારે દમણના પાંચ રસીકરણ કેન્દ્ર ઉપર કુલ 3,784 લોકોને વેક્સિન આપવામાં આવી હતી જે પૈકી 3,370ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો જે અત્યાર સુધીમાં થયેલા રસીકરણમાં સૌથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. શનિવારે પણ દમણમાં કોરોના પોઝિટિવનો નવો એકપણ કેસ નોંધાયો ન હતો. દમણમાં અત્યાર સુધીમાં કુલ 2, 70, 600 વેક્સિન અપાઇ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...