તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:દમણ યુવકના આપઘાતમાં યુથ એકશન ફોર્સના પ્રમુખને 18મી સુધી જયુ. કસ્ટડી

દમણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે શુક્રવારે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ લીધા હતા

દમણની એક સ્થાનિક ન્યૂઝ ચેનલમાં રવિવારે યુવકે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ કેસમાં દમણ પોલીસે શુક્રવારે રાત્રીએ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ યુથ એકશન ફોર્સના પ્રમુખની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ લીધા હતા. સોમવારે આરોપીના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરાતા આગામી 18મી સપ્ટેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડી રિમાન્ડમાં રાખવાનો આદેશ કર્યો છે.નાની દમણના સિટી સેન્ટર બિલ્ડિંગમાં રહેતા 32 વર્ષીય પ્રશનજીત શાહિસ દમણમાં યુથ એકશન ફોર્સના પ્રમુખ ઉમેશ બાબુભાઇ પટેલની ઓફિસમાં નોકરી કરતો હતો.

દિયાશ્રી બિલ્ડિંગમાં આવેલી જેટ ન્યૂઝની ઓફિસમાં રવિવારે સવારે પ્રશનજીત ઓફિસના સિલિંગ ફેન સાથે બ્લેન્કેટથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ઉમેશના પરિવાર અને તેમના સ્ટાફના નિવેદન લેવાયા હતા. આ કેસમાં મૃતક યુવકને ઉમેશ પટેલ દ્વારા કોઇક મુદ્દે ત્રાસ અપાતા તથા આપઘાત માટે મજબૂર કરવા બદલ શુક્રવારે રાત્રીએ ઉમેશની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપી ઉમેશને શનિવારે કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મળ્યા હતા જે સોમવારે પૂર્ણ થતા જેએમએફસી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ઉમેશ પટેલને આગામી 18મી સપ્ટેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડી રિમાન્ડમાં મોકલી આપ્યો છે. હવે આ કેસમાં આગળ શું પરિણામ આવે તેના ઉપર દમણના તમામ રાજકીય આગેવાનો અને સ્થાનિક લોકોની નજર મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...