રાજકારણ:દાનહ લોકસભાની બેઠક માટે BJPમાં માજી સાંસદને રિપિટની સંભાવના વધી

દમણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8મી ઓક્ટો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, પ્રભારી સેલવાસમાં પહોંચ્યા

દાનહ લોકસભાની પેટા ચૂંટણી 30મી ઓક્ટોબરે યોજાશે જોકે, એ પૂર્વે ભાજપ માટે અતિ મહત્વની આ બેઠકમાં ક્યા ઉમેદવારને ઊભો રાખી શકાય એ માટે મથામણ શરૂ થઇ છે. રવિવારે રાત્રે કેન્દ્રીય રેલવે અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ કે જેમને હાલમાં લોકસભા બેઠકના પ્રભારી બનાવતા સેલવાસ પહોંચ્યા છે.

દાનહના સાંસદ મોહનભાઇ ડેલકરના આપઘાત બાદ ખાલી પડેલી બેઠકને ભરવા માટે ચૂંટણી આયોગે 30મી ઓકટોબરે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. 8મી ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી ભાજપે ડેલકર પરિવાર સમક્ષ એક સક્ષમ ઉમેદવારને શોધવા માટે કવાયત કરી રહી છે. બીજી તરફ દાનહ લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી તરીકે રેલવે અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવને જવાબદારી સોંપી છે. જેને લઇ તેઓ રવિવારે રાત્રે સેલવાસ આવી પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ ફરી એક વખત માજી સાંસદ અને ગત ચૂંટણીમાં હારેલા ઉમેદવાર નટુભાઇ પટેલને ફરી રિપીટ કરે એવી શક્યતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...