મોકડ્રીલ:દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં આગની ઘટના, 6ને રેસ્કયુ કરાયા

દમણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર વિભાગ અને સ્ટાફ કર્મીનું મોકડ્રીલ

દમણની સૌથી મોટી મરવડ સરકારી હોસ્પિટલમાં આગની ઘટના દરમિયાન દર્દી અને અન્ય જાનમાલનું રક્ષણ કેવી રીતે કરી શકાય એ અભ્યાસ અર્થે શુક્રવારે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આ મોકડ્રીલમાં અસરગ્રસ્ત 6 દર્દીને રેસ્કયુ કરીને કેવી રીતે સુરક્ષિત સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા હતા તેનો અભ્યાસ કરાયો હતો.કોરોના કાળમાં ગુજરાતની અનેક હોસ્પિટલમાં આગની ઘટનાના બનાવ બન્યા હતા. ખાસ કરીને હોસ્પિટલમાં બનતી આગની ઘટનામાં જાનમાલના નુકશાનની સંભાવના પણ વધી જતી હોય છે.

એવા સંજોગમાં શુક્રવારે દમણ ફાયર વિભાગ દ્વારા નાની દમણના દેવકા રોડ સ્થિત મરવડ સરકારી હોસ્પિટલમાં એક મોકડ્રીલનું આયોજન કરાયું હતું. મોકડ્રીલમાં ફાયર એલાર્મ ટીમ, બચાવ અને રેસ્કયુ ટીમ અને ચિકિત્સા ટીમે ભાગ લીધો હતો. ફાયર અને હોસ્પિટલના સ્ટાફે સંયુક્ત મોકડ્રીલ ઓપરેશનમાં આઇસીયુમાં મોકડ્રીલ દરમિયાન આગના બનાવામાં ફસાયેલા 6 લોકોને બચાવીને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...