ચૂંટણી:ડીઆઈએની શનિવારે મળનારી AGMમાં નવા પ્રમુખની ચૂંટણી

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએસનની શનિવારે 41મી એજીએમ મળશે જેમાં હાલની બોડીનું વિસર્જન કરીને નવા પ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણી હાથ ધરાશે. જોકે, દમણના હજારોથી વધુ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થાના હોદ્દેદારો સમસ્યાના નિરાકરણ કરવામાં એકદમ નિષ્ફળ રહી હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.

દમણના સોમનાથ સ્થિત સોહનલાલ અગ્રવાલ મેમોરિયલ હોલમાં 18મી સપ્ટેમ્બર, શનિવારે સવારે 11 કલાકે એન્યુલ જનરલ મીટિંગનું આયોજન કરાયું છે. આ બેઠકમાં 40મી એજીએમને માન્યતા આપવામાં આવશે સાથે જ એક્ઝિકયુટિવ ઓફિસ બેરર્સ અને ઇસી મેમ્બરની ચૂંટણી પણ યોજાશે. ગત ટર્મના પ્રમુખ સહિતની બોડીને હટાવીને નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની ચૂંટણી પણ કરવામાં આવશે. જોકે, ચાલતી ચર્ચા મુજબ ડીઆઇએની હાલની બોડીએ દમણના ઉદ્યોગોને લગતા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે કોઇપણ જાતની રજૂઆત કરી શકી નથી. ડીઆઇએની સંપૂર્ણ બાદ નિષ્ક્રિય રહી હોવાનું સાંભળવા મળી રહ્યું છે.

તમામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના માર્ગોની હાલત ખખડધજ થતાં હાલત કફોડી બની
દમણના ભીમપોર, કચીગામ, કડૈયા અને ડાભેલમાં હજારોથી વધુ સંખ્યામાં ઉદ્યોગો આવેલા છે. જોકે, આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના માર્ગો વર્ષોથી બન્યા જ નથી. માર્ગો ઉપર મોટા ખાડા હોવાથી ભારે વાહનોની અવરજવરમાં મોટી મુશ્કેલી પડી રહી છે. હવે જ્યારે ડીઆઇએમાં નવી બોડી ચૂંટાયને આવે તો ઉદ્યોગોને લગતા પ્રશ્નોને વાચા આપી સમાધાન માટે પ્રયાસ કરે એવી લાગણી ઉદ્યોગપતિ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...