આયોજન:કચીગામ ગ્રામ પંચાયતની સભામાં ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી અપાઈ

દમણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે વિકાસના કામોની જાણકારી આપી હતી

દમણના કચીગામ ગ્રામ પંચાયત ખાતે સબકી યોજના, સબકા વિકાસ અતર્ગત શુક્રવારે ગ્રામ સભાનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન 2022-23જે મંજૂર કરવા માટે સરપંચ ભરતભાઇ પટેલની અધ્યક્ષતમાં ગ્રામ સભાનું આયોજન કરાયું હતું.

દમણ જિલ્લાની 14 ગ્રામ પંચાયતના નવી બોડીનો એક વર્ષ પૂર્ણ થયો છે મોટાભાગની ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પ્રશાસનના દિશા નિર્દૈશ મુજબ અનેક વિકાસીય કાર્યો કરી રહી છે. કચીગામની ગ્રામ પંચાયત દ્વારા થનારા વિકાસ કાર્યોની સરપંચ ભરતભાઇ પટેલે માહિતી આપી હતી.

ગ્રામ સભામાં બીડીઓ પ્રેમજી મકવાણા, કચીગામના જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઇ ધોડી, ઉપસરપંચ જશવંતીબેન, પંચાયતના સેક્રેટરી શિવાંગ પટેલ અને સભ્યો હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઇ પટેલે કચીગામ પંચાયતની કામગીરીને બીરદાવી સરકારની વિવિધ યોજના જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...