તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મનિર્ભર મહિલાઓ:દમણવાડા- ઝરીગામની મહિલાઓ પાપડ બનાવીને સ્વનિર્ભર બનશે

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતી રાજના સચિવ, CEO અને BDO દ્વારા મશીન અપાયા

પ્રધાનમંત્રીના આત્મનિર્ભર નારી શક્તિ સંવાદ બાદ મોટી દમણના દમણવાડા અને ઝરીગામની મહિલાને પાપડ ઉદ્યોગ શરૂ કરવા માટે મશીનનું વિતરણ કરાયું હતું. રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અતર્ગત પ્રમોટ કરવા મહિલા સ્વયં સહાયતા સમુહના સભ્યોની સાથે સંવાદ કાર્યક્રમ થયો હતો. થ્રીડીના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં સેલ્ફ હેલ્પ ગ્રુપને ત્રણ પાપડ બનાવવાના મશીન આપી મહિલાને આત્મનિર્ભર અભિયાનનો આરંભ કરાયો હતો.

જિ.પં.ના સીઇઓ આશિષ મોહન, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુ પટેલ, અભિયાનનું સંચાલન કરનારી જિલ્લા પંચાયત સભ્ય ફાલ્ગુની પટેલ, દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવી, બીડીઓ પ્રેમજી મકવાણાએ પાપડ ઉદ્યોગનો શુભારંભ કરાવયો હતો. અત્યાર સુધીમાં ફાલ્ગુની પટેલે અનેક ગામોમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની રચના કરીને ગૃહ ઉદ્યોગના માધ્યમથી આત્મનિર્ભર બનાવવા માટે કામ કરી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...