નવું ઘર:દમણમાં નિસંતાન દંપતીએ બાળકીને દત્તક લેતા હોમ કમિંગ ડે ઉજવી સ્વાગત કરાયું

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજ કલ્યાણ અને બાળ સંરક્ષણ વિભાગે ઉપહાર આપ્યા

દમણના એક નિસંતાન દંપતીએ નવરાત્રિના છેલ્લા દિવસે આદ્યશક્તિ સ્વરૂપ બાળકીને દત્તક લઇને સમાજને એક નવું ઉદાહરણ પુરૂં પાડ્યું છે. બાળકીના ઘરે સ્વાગત માટે દમણ સમાજ કલ્યાણ અને બાળ સંરક્ષણ વિભાગની ટીમ પણ સ્વાગત માટે પહોંચી હતી.

સંઘપ્રદેશ દમણ અને દાનહ સમાજ કલ્યાણ વિભાગના સચિવ પૂજા જૈનના માર્ગદર્શનમાં અને ઉપ સચિવ જતિન ગોયલના દિશા નિર્દેશમાં રાજ્ય દત્તક ગ્રહણ સંશાધન અભિકરણ દ્વારા દત્તક બાળકી માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન હોમ કમિંગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. સંઘપ્રદેશ બાળ સંરક્ષણ સમિતિના પ્રોગામ મેનેજર સંજીવ પંડ્યાના જણાવ્યા મુજબ સમાજ કલ્યાણ વિભાગના માર્ગદર્શનમાં દમણના એક નિસંતાન દંપતીને બાળકી દત્તક કરી છે. વિભાગ દ્વારા બાળકી ધરે આવવાની ખુશીમાં નવરાત્રિના પાવન અવસરે હોમ કમિંગ ડેની ઉજવણી કરીને સ્વાગત કરાયું હતું. વિભાગ તરફ બાળકીને અનેક ઉપહારો આપવામાં આવ્યા હતા.

અત્યાર સુધી 9 બાળક દત્તક લેવામાં આવ્યા
દત્તક ગ્રહણના વિષયમાં રાજ્ય દત્તક ગ્રહણ સંશાધન સંસ્થાના પ્રયાસથી અત્યાર સુધીમાં દમણ જિલ્લામાં 9 નિસંતાન દંપતીએ બાળક દત્તક લીધા છે. આમ 9 ઘરોમાં બાળકોની કિલીયારીથી ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ બીનવારસી બાળકોને માતા પિતાનો પ્રેમ પણ મળ્યો છે.

દત્તક માટે કોઇ દલાલનો સંપર્ક કરવો નહિં
બાળકને દત્તક લેવા માટે કોઇપણ નર્સિગ હોમ, હોસ્પિટલ કે પ્રસૃતિ ગૃહ અને ગેરકાયદે સંસ્થા અથવા વ્યક્તિનો સંપર્ક કરવો નહિ. બોગસ દસ્તાવેજ અપલોડ ન કરો અન્યથા તમારૂં રજીસ્ટ્રેશન રદ થઇ જશે.ગેરકાયદે બાળક દત્તક લેવાના કેસમાં કિશોર ન્યાય અધિનિયમ 2015ની ધારા 80 અને 81 મુજબ દંડાત્મક કાર્યવાહી પણ તમારી ઉપર થઇ શકે છે. દત્તક સંબંધિત જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1800 11 1311 ઉપર સંપર્ક કરવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જાણકારી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...