સાયબર ક્રાઇમ:વર્ષો જૂના રેકર્ડ-નંબર ટ્રેસ કરી દમણ પોલીસે ઝારખંડથી 4ને દબોચ્યા હતા

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બેંક અધિકારીના નામે ફોનથી ઓનલાઇન ઠગાઇ કરતી હતી
  • આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 28મી સુધી રિમાન્ડ પર

દમણ પોલીસે દેશભરમાં અંદાજે 600થી વધુ લોકોને ઠગાઇ કરીને બેંકમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેનારી ગેંગના ચાર સભ્યોને ઝારખંડથી ઝડપી લીધા હતા. ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતા હાલ તેમને 28મી સપ્ટેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાના આદેશ કરાયા છે.

મોટીદમણના એક વેપારીઅે મોબાઇલમાં આવેલા મેસેજ ઉપર કોલ કર્યા બાદ તેમના બેંક એકાઉન્ટમાંથી 14 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ટ્રાન્સફર થઇ ગઇ હતી. આ બનાવ અંગે વેપારીએ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દમણ પોલીસે ઓનલાઇન ઠગાઇ કરનારી ટોળકી સુધી પહોંચવા માટે છેલ્લા એક વર્ષનો મોબાઇલ ડેટાનો અભ્યાસ કરીનેેે આખરે પીઅેસઆઇ ભરત પરમાર અને તેમની ટીમ ઝારખંડના કરમાટાંડ પહોંચીને ચાર આરોપીને ઝડપી લીધા હતા.

શાહબાજ અંસારી, તસ્લીમ અંસારી, કાઉસ અંસારી અને હાકિમ અંસારીને દમણ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લીધા હતા. રિમાન્ડમાં પૂછપરછ કર્યા બાદ ફરી કોર્ટમાં રજૂ કરાતા આરોપીને 28મી સપ્ટેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ ટોળકીને બેંક અધિકારી કે અન્ય રીતે સમગ્ર દેશભરમાં 600થી વધુ લોકોને છેતરીને ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરીને ઠગાઇ કરી હતી. દમણ પોલીસે ટેક્નિકલ એનાલિસીસની મદદે આરોપીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...