કોરોના અપડેટ:દમણમાં કોરોનાની રીએન્ટ્રી: બે દિ’માં વિદેશથી આવેલા 4 પોઝિટિવ

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દર્દી લંડનથી આવ્યા હતા, મરવડમાં ભરતી કરાયા

દમણ પ્રદેશ લાંબા સમય સુધી કોરોના મુક્ત રહ્યા બાદ ફરીથી બે દિવસમાં જ ચાર કેસ નોંધાતા પ્રશાસન અને આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ હતી. લંડન રીટર્ન ચારેય એનઆરઆઇનો સેમ્પલ ટેસ્ટ કરાતા તેઓ પોઝિટિવ નીકળ્યા હતા.\nઓમિક્રોન વેરિયન્ટને લઇને સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ છે એવા સંજોગમાં વિદેશથી આવેલા તમામ નાગરિકોનો એરપોર્ટ અને જેતે વિસ્તારમાં સેમ્પલ લઇને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

બુધવારે દમણ સ્વાસ્થ વિભાગે 132 લોકોના સેમ્પલ લીધા હતા જે પૈકી બે નાગરિકના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પોઝિટિવ દર્દી લંડનથી હાલમાં રીટર્ન થયા હતા. જ્યારે ગુરૂવારે આરોગ્ય વિભાગે 158 સેમ્પલ ટેસ્ટ કર્યા હતા જે પૈકી વધુ બે દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવાતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે. સંઘપ્રદેશ દમણમાં માત્ર બે જ દિવસમાં કોરોના પોઝિટિવના ચાર કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...