કોરોના અપડેટ:દમણમાં 25 દિ’ના લાંબા અંતરાલ બાદ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

દમણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીના સંપર્કમાં આવનારાના RTPCR ટેસ્ટ કરાશે

કોરોનાની અતિઘાતક એવી બીજી લહેરમાં પ્રશાસનની નીતિ અને કાર્યશૈલીને લઇને દમણ પ્રદેશ જલ્દીથી કોરોના મુક્ત બની ગયો હતો. જોકે, 25 દિવસના લાંબા અંતરાલ બાદ સોમવારે કોરોના પોઝિટિવનો વધુ એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે.

દમણ જિલ્લામાં પ્રથમ ડોઝની વેક્સિનેસન કામગીરી 100 ટકા પૂર્ણ થઇ ગઇ છે, જ્યારે બીજા ડોઝ આપવાની કામગીરી પણ પૂર્ણતાના આરે પહોંચી છે એવા સંજોગમાં સોમવારે દમણ જિલ્લામાં કોરોના પોઝિટિવનો વધુ એક કેસ નોંધાયો છે. સોમવારે આરોગ્ય વિભાગની ટીમે 70 લોકોના આરટી પીસીઆર ટેસ્ટના સેમ્પલ લીધા હતા જે પૈકી એક પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો.

હાલ તો આરોગ્ય વિભાગે સંક્રમિત દર્દીના સંપર્ક આવનાર અને પરિવારના સેમ્પલ લીધા છે જેથી કરીને સંક્રમણ રોકી શકાય. દમણમાં અત્યાર સુધીમાં કુલ 3,511 કેસ નોંધાયા છે જે પૈકી માત્ર એક દર્દીનું મોત થયું હોવાનું ચોપડે નોંધાયું છે.

દાનહમાં પણ એક કેસ પોઝિટિવ નોંધાયો
દાનહમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ 0પર હતો સોમવારના રોજ ફરી એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. પ્રદેશમાં હાલમાં 1 કેસ સક્રિય થયો છે.અત્યાર સુધીમાં દાનહમાં બે વર્ષમાં 5909 કેસ રીકવર થઇ ચુક્યા છે. તો માત્ર ત્રણ વ્યક્તિનું મોત કોરોનાથી થયું હોવાનો પ્રસાસનનો દાવો છે.પ્રદેશમાં આરટીપીસીઆરના 88નમૂના લેવામાં આવ્યા હતા.જેમાંથી 1 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...