કોરોના વેક્સિનેસન:સંઘપ્રદેશ દમણમાં 4 લાખ અને દાનહમાં 6 લાખને પાર પહોંચ્યું કોરોના વેક્સિનેસન

દમણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા ચરણમાં 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે ટીમનો ડોર ટુ ડોર સરવે

સંઘણ્રદેશ દમણમાં અત્યાર સુધીમાં પ્રથમ અને સેકન્ડ ડોઝ મળીને કુલ 4 લાખથી વધુ કોરોના રસી આપવામાં આવી છે. દમણમાં બીજા ડોઝની 100 ટકા કામગીરી લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે હવે આરોગ્યની ટીમ દ્વારા ડોર ટુ ડોર સરવે શરૂ કરાયો છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં હાલે કોરોનાના એક પણ કેસ એક્ટિવ નથી. પ્રદેશમાં હમણાં સુધી 6,05,855 લોકોનું રસિકરણ થઈ ચૂક્યું છે. જેમાંથી પહેલા ચરણમાં 3,92,220 લોકોનું રસિકરણ અને બીજા ચરણમાં 2,13,635 લોકોનું રસીકરણ થયું ચૂક્યું છે. પ્રદેશમાં રાંધા, કીલવણી, દાદરા, નરોલી, મસાટ, રખોલી, દપાડા, આંબોલી, ખાનવેલ, માંદોની, દૂધની, સેલવાસ, વગેરે જગ્યા ઉપર રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સંઘપ્રદેશ દમણ અને દાનહ છેલ્લા એક માસથી કોરોના મુક્ત બન્યું છે.

જોકે, દિવાળી વેકેશનમાં સહેલાણીઓનો ધસારો વધતાં પ્રદેશમાં ફરી કોરોના માથું ન ઊંચકે એ માટે પ્રશાસન દ્વારા તૈયારી કરી છે. દમણમાં હાલમાં ભીમપોર સરકારી વિદ્યાલય, મોટી દમણ સામુહિત આરોગ્ય કેન્દ્ર, સોમનાથ સ્થિત ડીઆઇએ હોલ, ડાભેલના ઘેલવાડ સ્પોર્ટસ કોમ્પલેક્સ અને મરવડ સરકારી હોસ્પિટલમાં કોરોના વેક્સિનની પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

બીજી તરફ પ્રશાસને હોટલ, ઉદ્યોગો અને દુકાન સંચાલકોને પોતાના સ્ટાફની કોરોના વેક્સિનની માહિતી ઓનલાઇન આપવા માટે પણ આદેશ કર્યા છે. પ્રસાસન બીજા ડોઝની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા પ્રયાસરત છે.

અન્ય સમાચારો પણ છે...