તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જમીન સંપાદનના મુદ્દે દલવાડાના ગ્રામજનો ચિતિંત

દમણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગ્રણીએ ભાજપ પ્રમુખને રજૂઆત કરી

દમણ સ્થિત કોસ્ટગાર્ડના વિસ્તરણ માટે પ્રશાસન દ્વારા દલવાડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી જમીન સંપાદન કરવા માટે તજવીજ શરૂ કરી છે જેને લઇને ગ્રામજનોમાં ચિંતા વધી છે. બુધવારે સાંજે ગામના કેટલાક અગ્રણીઓ જમીનના નકશા લઇને ભાજપ કાર્યાલય ઉપર પહોંચ્યા હતા. મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના દલવાડા ગામના લોકો બુધવારે સાંજે દમણ સ્થિત ભાજપ કાર્યાલય ઉપર પહોંચ્યા હતા.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ દીપેશ ટંડેલને કોસ્ટ ગાર્ડ જમીન સંપાદનની પ્રક્રિયા રોકવા બાબતે રજુઆત કરવામાં આવી હતી. ગામના માજી સરપંચ ધીરુભાઈ પટેલ, પંચાયતના સભ્ય પ્રવીણભાઈ પટેલ તથા જમીન માલિક મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. જમીન સંપાદનની કાર્યવાહીને લઇને સ્થાનિક રહીશોમા઼ ફફડાટ જોવા મળ્યો હતો. ભાજપ અધ્યક્ષ દીપેશ ટંડેલે આ મુદ્દે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા માટે આશ્વાસન આપ્યું હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...