માગણી:આધાર કાર્ડ વેરીફિકેશની સત્તા જિલ્લા પંચાયતના અધ્યક્ષ - સભ્યોને પણ આપો

દમણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ બાબુભાઈ પટેલે સભ્ય પાસેથી પણ આધાર કાર્ડમાં નાગરિકોના વેરિફિકેશન કરવાનો માંગણી મંગળવારે કરી છે. કેન્દ્રીય ટેકનોલોજી અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવને સેલવાસમાં મળીને આપેલ પત્રમાં દમણ જિ.પં.અધ્યક્ષ બાબુભાઈ પટેલે જણાવ્યું છે કે, નાગરિક રાષ્ટ્રીય પહેચાન પત્ર એટલે આધાર કાર્ડ બનાવાનો ફોર્મમાં નગર પાલિકા સભ્યો અને ગ્રામ પંચાયતોનાં સરપંચોએ આવેદકોનાં વેરિફિકેશન કરે છે. એવુ આધાર કાર્ડનાં ફોર્મમાં પણ છાપેલું છે.

આ ફોર્મમાં નાગરિકોનાં વેરિફિકેશન અંગે જિલ્લા પંચાયતનાં અધ્યક્ષ અને જિ. પં.સભ્યનો ઉલ્લેખ જ કરાયો નથી. પાલિકા સભ્યો અને સરપંચની જેમ જિલા પંચાયતનાં અધ્યક્ષ અને જિ. પં. સભ્યોને પણ આધાર કાર્ડનાં ફૉર્મમાં નાગરિકોનું વેરિફિકેશન કરવાનો જોગવાઇ કરવું જોઈએ. આ કરવાથી ગ્રામીણ નાગરિકોને પણ વેરિફિકેશન કરવાનો બીજા વિકલ્પ મળશે. જેથી નાગરિકોની ઊર્જા, સમય અને પૈસાની વચત થશે. બાબુભાઈ પટેલે મંત્રીથી આ રજૂઆતને નવી દિલ્હી સ્થિત ભારતીય વિશિષ્ટ પહેચાન પ્રાધિકરણ અથવા યોગ્ય સ્થળે પહોંચાડીને જરૂરી નિર્દેશ આપી નિકાલ કરવાનો વિનંતી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...