તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસન સ્થળ:કોરોના બાદ દૂધનીમાં ફરી સહેલાણીઓની નૌકા વિહાર

દમણએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સંધપ્રદેશ દાદરા નગર હવેલીનાં દૂધની જેટી પર સહેલાણીઓને દમણ ગંગા નદીમાં કુલ 165 નૌકાઓ કાશ્મીરી લૂકમાં તૈયાર કરી વિહાર કરાવી ફરી ધમધમતી કરવામાં આવી છે.કોરોના મહામારીનાં કારણે નૌકાના ધંધાને ખાસી અસર પહોંચી હતી.તેનાં કારણે નૌકા ચાલકોેની હાલત ખુબ જ કફોડી હાલત થઇ ગઇ હતી.પરંતુ હાલમાં કોરોનાનું પ્રમાણ ધટતાં ફરીથી નૌકાઓ દમણ ગંગા નદીમાં સહેલાણીઓને વિહાર કરાવી રહી છે.

જેમાં ખાસ કરીને શનિ-રવિમાં તો દરેક નૌકા ચાલકોને સારી આવક થતી હોવાનું નૌકા વિહાર મંડળીનાં પ્રમુખ અબુંભાઇ કરપતે જણાવ્યું હતું.હાલમાં દૂધની જેટી ઉપર નૌકા વિહારનો નજારો અદભૂત જોવા મળી રહયો છે.જેમાં ખાસ કરીને નૌકાને કાશ્મીરી લૂકમાં તૈયાર કરી કાશ્મીર નૌકાનો માહોલ્લ ઉભો કરી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

કોરોના મહામારીમાં નૌકા વિહાર બંધ રહેતાં ચાલકોની હાલત કફોડી હતી
દૂધની જેટી પર દમણ ગંગા નદીમાં નૌકા વિહાર કોરોના મહામારીનાં કારણે બંધ રહેતા નૌકા ચાલકોની હાલત કફોડી થઇ ગઇ હતી.પરંતુ હાલમાં કોરોના મહામારીનું પ્રમાણ ધટતાં ફરીથી નૌકા વિહાર શરૂ થતાં સહેલાણીઓ હાલમાં શનિ-રવિ ઉમટી પડતાં નૌકાચાલકોને રોજગારી મળતાં રાહત અનુભવી રહયા છે.તેમજ સહેલાણીઓ હાલમાં મોટી સંખ્યામાં ઉમટી રહયા છે. - અબુંભાઇ કરપત, પ્રમુખ,નૌકા વિહાર મંડળી,દૂધની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો