તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:195 દિવસના લાંબા અંતરાય બાદ આખરે સંઘપ્રદેશ દમણ કોરોના મુક્ત

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી લહેરમાં ચોંપડે કોરોનાથી એકપણ મોત નહિ, 2,123 કુલ કેસ

દમણ જિલ્લામાં છેલ્લા 6 દિવસથી કોરોના પોઝિટિવનો નવો એકપણ કેસ ન નોંધાતા અને સારવાર લઇ રહેલા એક માત્ર કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાંથી રજા આપતા બુધવારે દમણ કોરોના મુક્ત પ્રદેશ બન્યો છે.

સંઘપ્રદેશ દમણમાં વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેરની શરૂઆત 12મી ફેબ્રુઆરી 2021થી થઇ હતી. જોકે, ફેબ્રુઆરીમાં આ મહામારીએ શરૂઆત કર્યા બાદ માર્ચ, એપ્રિલ અને મે માસમાં તેના હાઇ પિક ઉપર પહોંચ્યો હતો. એક જ દિવસમાં 100થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ આવતા આખરે પ્રશાસને ખાનગી હોસ્પિટલમાં પણ કોવિડની સારવાર માટે છૂટ આપી હતી. આ ઉપરાંત ઓક્સિજનની સાથે અન્ય જરૂરી દવા અને ઇન્જેકશનનો જથ્થો મળી રહે એ માટે પણ પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. દમણ જિલ્લામાં બીજી લહેરમાં કોરોનાથી મોત થયાનો એકપણ કેસ સરકારી ચોંપડે નોંધાયો નથી જોકે, પ્રદેશમાં કોરોનાની સારવાર દરમિયાન અનેક દર્દીના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. 195 દિવસની લાંબી સફર બાદ પ્રદેશ કોરોના મુક્ત બનતા પ્રશાસન અને લોકોએ રાહતનો દમ લીધો છે.

પ્રથમ કરતાં બીજી લહેરમાં 50 ટકા કેસ વધ્યા
12 ફેબ્રુઆરીના ત્રણ સપ્તાહ પૂર્વે દમણ જિલ્લો કોરોના મુક્ત થઇ ગયો હતો. કોરોનાની પ્રથમ લહેરમાં 1 દર્દીના મોત સાથે કુલ 1387 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જોકે, ત્યારબાદ બીજી લહેરની ધીમી ગતિએ એકલ દોકલ કેસ સાથે શરૂઆત થઇ હતી. પ્રથમ લહેરની તુલનાએ કોરોનાની બીજી લહેરમાં પ્રદેશમાં 50 ટકા વધુ કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...