ધરપકડ:દમણની પાર્ટીમાં ઝઘડા બાદ યુવક ઉપર હુમલો કરી લૂંટ કરનારા 9 આરોપી ઝડપાયા

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડા અને હથિયારથી થયેલા હુમલામાં 4ને નાની મોટી ઇજા પહોંચી હતી

દમણ ડાભેલના આમલિયામાં ગૌતમ કાન્તિભાઇ પટેલ અને દુનેઠામાં રહેતા જયેશ નાનુભાઇ પટેલ અને તેમના મિત્રો સોમવારે રાત્રીએ કોલેજ રોડ સ્થિત ફોર્ચ્યુન એપાર્ટમેન્ટમાં ખાવાપીવાની પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન પાર્ટીમાં જૂની અદાવતને લઇ બોલાચાલી થતા જયેશ પટેલ પાર્ટીમાં ઉઠીને ચાલી ગયો હતો. થોડા સમય પછી જયેશ પટેલ 20થી 25 મિત્રોને લઇને હથિયારો સાથે પહોંચ્યો હતો. લાકડા અને સળિયાથી પાર્ટી કરી રહેલા ગૌતમ પટેલ અને તેમના મિત્રો ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં ગૌતમ અને તેમના ચાર મિત્રને નાની મોટી ઇજા પહોંચી હતી.

ફરિયાદમાં હુમલો કર્યા બાદ આરોપી રોકડા રૂપિયા 6 હજાર તથા 7 તોલા સોનાની ચેનની લૂંટ કર્યાનો આક્ષેપ પણ કરાયો હતો. દમણ પોલીસે આ કેસમાં શનિવારે હુમલો કરનારા 9 આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે 21મી સપ્ટેમ્બર સુધીના તમામ આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

હુમલો કરી લૂંટ ચલાવનાર આ આરોપીની ધરપકડ
જયેશ નાનુભાઇ પટેલ રહે. દુનેઠા, તોરલ ઉર્ફે તરૂ સતિશ હળપતિ રહે. દુનેઠા, જિતેશ રમેશભાઇ હળપતિ રહે. દુનેઠા, આકાશ હરેન્દ્ર સિંગ, અનુજ અરવિંદ સિંગ, રાહુલ ઉમેશભાઇ પટેલ રહે. કલગામ - વલસાડ, જિતેન્દ્ર છોટેલાલ સિંગ, મીત સતિશભાઇ પટેલ રહે. ફણસા-ઉમરગામ અને સંજુ ઉર્ફે લંબુ લક્કીસિંગ ચૌહાણ રહે. વડોલી - ગુજરાત

અન્ય સમાચારો પણ છે...