હુકુમ:દમણ કચીગામમાં બાળકીની છેડતી કરનાર આરોપીને 5 વર્ષની સજા

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 4 વર્ષ અગાઉ બનેલી ઘટનામાં પોક્સો નોંધાયો હતો

નાની દમણના કચીગામ વિસ્તારમાં ચાર વર્ષ અગાઉ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. દમણની સેશન કોર્ટે મંગળવારે પોક્સો કેસના આરોપીને 5 વર્ષની સજા ફટકારી છે.મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી અને હાલમાં સંઘપ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં રહેતો 26 વર્ષીય આરોપી મનોજ ભોલેનાથ ઉર્ફે મોકુ ગૌતમે પડોશમાં રહેતી ચાર વર્ષની બાળકીની છેડતી કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિકોએ આરોપીને મેથીપાક ચખાડી પોલીસને જાણ કરતા કચીગામ પોલીસની ટીમે આરોપીને પકડી પાડી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

12મી ફેબ્રુઆરી 2018ના રોજ બનેલી આ ઘટનામાં કોસ્ટલ પોલીસે 21મી ફેબ્રુઆરી 2018ના રોજ આરોપીની ધરપકડ કરીને તેની સામે આઇપીસી 354 તથા પોક્સો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પીઆઇ સોહિલ જીવાણીના નિર્દેશનમાં પીએસઆઇ ભાઇદાસ સોલંકીએ જરૂરી તપાસ કર્યા બાદ 24મી એપ્રિલ 2018ના રોજ દમણ કોર્ટમાં ચાર્જશીટ મુકી છે. આ કેસમાં પબ્લિક પ્રોસીક્યુટર હરીઓમ ઉપાધ્યાયએ કોર્ટમાં દલીલ કરતા સેશન કોર્ટે આરોપી મનોજ ભોલાનાગને 5 વર્ષ કેદની સજા સંભળાવી હતી.

અન્ય સમાચારો પણ છે...