તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:દમણ ડાભેલના ચિરાગ બારમાં મટકા જુગાર રમતાં 5 ઝડપાયા

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પાંચ મોબાઇલ અને રોકડા 8 હજાર કબજે લીધા

દમણના ડાભેલ સ્થિત એક બારમાં વરલી મટકાનો જુગાર રમાડાતો હોવાની બાતમી મળતાં બુધવારે પોલીસે ટીમે કાર્યવાહી કરીને પાંચ આરોપીને ઝડપી લીધા હતા.

દમણ પોલીસને સૂચના મળી હતી કે, ડાભેલના મુખ્ય માર્ગ સ્થિત ચિરાગ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં રેઇડ કરી હતી. આરોપી સુભાષ અર્જુન સદાશિવ એક ટેબલ ઉપર બેસીને મટકા જુગારની એન્ટ્રી કરી રહ્યો હતો. તે સમયે જ અન્ય આરોપી કમલેશ મોહનભાઇ વડગામા અાવીને ટેબલ ઉરપ બેસેલા આરોપી સુભાષને 500 રૂપિયાની નોટ આપીને દાવ લગાવ્યો હતો. પોલીસે આ બંને આરોપી સહિત સુભાષ દત્તા બિરાજદાર, સરનામું ચણોદ, વાપી ગુજરાત, રાજકુમાર દુર્ગા શાહ, રહે. ડાભેલ, નાની દમણ અને કમલેશ ચંદ્રકાંત પટેલની પણ ધરપકડ કરી હતી. પોલીસે પાંચ આરોપી પાસેથી મોબાઇલ અને રોકડા 8 હજાર કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...