તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Daman
  • 42,000 Out Of 1.5 Lakh Fruit Bearing Trees Will Be Planted, Green Kits Will Be Distributed To 2500 Households And The Entire Region Will Be Made Green.

આજે હરિત સંઘપ્રદેશ:દોઢ લાખ પૈકી 42 હજાર ફળ આપનારા વૃક્ષોનું રોપણ, 2500 ઘરોમાં ગ્રીન કિટ વિતરણ કરીને સમગ્ર પ્રદેશને હરિયાળો બનાવાશે

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ચાર દિવસીય સહયાત્રા ઉજવણીના ભાગરૂપે બુધવારે દાનહ અને દમણ દીવમાં એક જ દિવસે દોઢ લાખ વૃક્ષોનું વાવેતર કરીને ખરા અર્થમાં હરિત દિવસની ઉજવણી કરાશે. વનની વૃદ્ધિ અને પર્યાવરણની જાગૃતિ માત્ર નહિં પરંતુ સાથોસાથ વૃક્ષોથી આદિવાસી પરિવારનું જીવન ધોરણ ઊંચુ આવે એ આશયથી 42, 500 ફળાઉં વૃક્ષોનું રોપાણ કરાશે. ઉપરાંત 2500 ઘરોમાં ગ્રીન કિટનું વિતરણ કરાશે જેથી ઘર અને તેમના ખેતરમાં વૃક્ષોને ઉગાડી શકાય. દરેક પરિવાર એક વૃક્ષનો ઉછેર કરીને તેનું સંવર્ધન કરે અે માટે પાલિકા અને ગ્રામ પંચાયતની કચેરીએ વૃક્ષો આપવાની વ્યવસ્થા કરાય છે.

સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવના લોકોના સમર્થન અને સક્રિય સહયોગથી વન અને અન્ય બહારી વન વિભાગમાં ગાઢ વનીકરણ અને વૃક્ષારોપણનો છેલ્લા પાંચ વર્ષમાં અભિયાન ચલાવીને વન અને હરિત વિસ્તારમાં સુધારો કરાયો છે. પાંચ વર્ષમાં કુલ 1467 હેકટરમાં વૃક્ષારોપણ, 100 હેકટરમાં મેગ્રોવ્સ અને 25 કિમી માર્ગોના કિનારે વૃક્ષારોપણ અને 74 કિમીના એરિયામાં વાંસ ઉગાડવામાં આવી છે. પ્રશાસન સતત ત્રણેય પ્રદેશને ખરા અર્થમાં હરિયાળો બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. સંઘપ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલના પ્રયાસથી બુધવારે એક જ દિવસે હરિત દિવસની ઉજવણીના ભાગરૂપે દોઢ લાખ વૃક્ષોનું રોપણ કરીને તેના સંવર્ધન માટે પ્રયાસ કરાશે.

આ વર્ષે 25 કિમીના વિસ્તારમાં વાંસનું વાવેતર
આ વર્ષે 300 હેકટરમાં વનરોપાણ, 25 કિમીમાં વાંસ અને 60 હેકટરમાં મેગ્રોવ્સને ઉગાડવાનું કામ થઇ ચુક્યું છે. વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 16.50 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને રોપાણ કરાયું છે. જેમાં 4.95 લાખમાં મેગ્રોવ પ્રોપેગુલ્સ અને 3 લાખ સીડ બોલ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...