સુરક્ષા કવચ:સંઘપ્રદેશ દમણમાં 3600 અને દાનહમાં 5166 બાળકોએ વેક્સિન લીધી, 6 જાન્યુઆરી સુધી શાળાઓમાં વેક્સિનેશન કાર્ય ચાલશે

દમણ/સેલવાસ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 62 સેન્ટર અને સ્કૂલમાં બે દિવસમાં 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન અપાશે , પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો

દાનહ અને દમણ આરોગ્ય વિભાગ દ્વારા 15થી 18વર્ષના બાળકો માટે કોવેક્સિન ટીકાકરણનો સોમવારથી પ્રારંભ કરવામા આવ્યો છે. દાનહપ્રદેશના 52 સેન્ટરો સહિત શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ માટે કોવેક્સિન ટીકાકરણનો પ્રારંભ કરવામા આવ્યો છે. જેમા પ્રથમ દિવસે 5,166 લોકોને વેક્સીન આપી દેવામા આવી છે. પ્રદેશમા અંદાજીત 14, 800 સરકારી તેમજ ખાનગી શાળાના બાળકોને વેક્સીન આપવામાં આવશે. ત્રણ દિવસમાં પ્રદેશના અંદાજે 14 હજાર બાળકોને રસીકરણ કામગીરી પૂર્ણ કરાશે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ દમણ જિલ્લામાં અંદાજે 12 હજાર બાળકો કોરોના વેક્સિન માટે એલ્ઝિબલ છે જેમાં 7,456 બાળકો દમણની વિદ્યાલયમાં અભ્યાસ કરે છે જ્યારે અન્ય બાળકો વાપી તથા અન્ય સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. દમણ પ્રદેશમાં પાંચમી જાન્યુઆરી સુધી વેક્સિન આપવાનું આયોજન કરાયું છે જેમાં પ્રતિદિન 3600 વિદ્યાર્થીને વેક્સિન આપવામાં આવશે. સોમવારે દમણ જિલ્લાની 10 સ્કૂલમાં અંદાજે 3600 વિદ્યાર્થીને વેક્સિન અપાઇ હતી.

માતાપિતાના એકાઉન્ટમાંથી પણ રજીસ્ટ્રેશન કરી શકાય
કેન્દ્ર સરકાર દ્વારા 15થી 18 વર્ષ સુધીના બાળકોને સોમવારથી વેક્સિન આપવાનો આદેશ અને ગાઇડલાઇન જારી કરી છે. આઇડી કાર્ડ ઉપરાંત બાળક પોતાની આઇડી કાર્ડનો ઉપયોગ કરીને. કો વિન પોર્ટલ ઉપર રસીકરપ માટે સ્ટોલ બુક કરી શકે છે. બાળક માતા પિતાના હાલના કો વિન ખાતાનો ઉપયોગ કરીને અથવાતો મોબાઇલ નંબરના માધ્યમથી નવું ખાતું બનાવીને પણ રજીસ્ટ્રેશન કરી શકશે. સ્વાસ્થ મંત્રાલય મુજબ વર્ષ 2007 અને એ પહેલા જન્મેલા બાળકો પણ વેક્સિન લેવાને પાત્ર છે.

34 હજાર ડોઝ ઉપલબ્ધ, તમામ ને આવરી લેવાશે
સંઘપ્રદેશના 15થી 18 વર્ષની આયુના બાળકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. સોમવારથી પ્રદેશમાં રસીકરણ કામગીરી કરવામાં આવી છે, જેને લઈ તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. વેક્સિનના 34 હજાર ડોઝ હાલ ઉપલબ્ધ છે. પ્રદેશનો કોઈપણ બાળક રહી ન જાય એનુ ખાસ ધ્યાન રાખવામા આવશે. 3 દિવસમાં બાળકોને રસી આપવાની કામગીરી પૂર્ણ કરાશે. - ડો. એ. કે. માહલા, રસીકરણ મુખ્ય અધિકારી દાનહ

અન્ય સમાચારો પણ છે...