કોરોના અપડેટ:દમણમાં એક જ દિવસમાં કોરોનાના 17 કેસ, પ્રાયમરી શાળાને બંધ કરવા આદેશ

દમણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિ કરફ્યૂ બાદ હવે શાળામાં પણ ઓનલાઇન શિક્ષણ જ અપાશે

સંઘપ્રદેશ દમણમાં બુધવારે એક જ દિવસમાં કોરોનાના 17 કેસ આવતા આરોગ્ય વિભાગ અને પ્રશાસનિક દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નાના બાળકો કોરોના સંક્રમિત ન થાય એ માટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ધોરણ 1થી 8 સુધીની શાળાને ગુરૂવારથી બીજા આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરી દેવામાં આવી છે.

દમણ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના માત્ર 3 કેસ જ એક્ટિવ હતા. જોકે, બુધવારે આરોગ્ય વિભાગની ટીમે લીધેલા 410 સેમ્પલ લીધા હતા જે પૈકી અત્યાર સુધીમાં સૌથી વધુ 17 કેસ કોરોના પોઝિટિવના આવ્યા હતા. દમણમાં દિવાળી પૂર્વેથી જ પ્રશાસને રાત્રીના 11થી સવારે 6 વાગ્યા સુધીનું કરફ્યુ અમલમાં મુક્યું છે. આ સંજોગમાં એક જ દિવસમાં કોરોના પોઝિટિવના 17 કેસ નોંધાતા પ્રશાસને તાત્કાલિક દમણ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાને બંધ કરવાના આદેશ કર્યા છે.

દમણ જીલ્લાની તમામ સરકારી, અર્ધ સરકારી, ખાનગી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ ઇન્ચાર્જ આચાર્યઓને જાણ કરવામાં આવી હતી કે, ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર કોવિડના કેસ વધવાના કારણે 6 જાન્યુઆરી ગુરુવારથી નવો આદેશ થાય નહિ ત્યાં સુધી ધોરણ 1 થી 8ના ઓફલાઈન વર્ગો બંધ કરવા અને ઓનલાઈન વર્ગો શરૂ કરવા. દરેક વિદ્યાર્થીઓને ફોન અથવા મેસેજ દ્વારા ગુરૂવારથી શાળા બંધ થવાની છે તેની જાણ કરવા કહી દેવામાં આવ્યું હતું.

ડબલ વેક્સિનેસન હશે તો જ દમણમાં એન્ટ્રી
પ્રદેશમાં કોરોનાના કેસ વધતા પ્રાથમિક શાળા અને આંગણવાડીને બંધ કરવાના આદેશ કર્યા છે. સાથે જ હવે ડબલ વેક્સિન લીધેલી હોય એવી વ્યક્તિને જ દમણમાં એન્ટ્રી અપાશે. > તપસ્યા રાઘવ, કલેકટર, દમણ

અન્ય સમાચારો પણ છે...