સૂચના:દમણમાં કોરોનાના વધુ 11 કેસ, ટેક્સી અને રિક્ષા ચાલકોને નવી ગાઇડલાઇન

દમણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં જ 28 કેસ નોંધાતા સંક્રમણને રોકવા વેક્સિનેસન ઉપર અપાતો ભાર

દમણમાં છેલ્લા બે દિવસમાં જ કોરોના પોઝિટિવના 28 કેસ નોંધાતા આરોગ્ય અને વહીવટીતંત્ર દ્વારા સંક્રમણને રોકવા માટે નવા આદેશ અને ગાઇડલાઇનનું સખતાઇથી પાલન કરાવવા પ્રયાસ થઇ રહ્યા છે. આરટીઓ વિભાગે પણ દમણના તમામ ટેક્સી અને રીક્ષાચાલકોને કોરોના સંક્રમણ રોકવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી.

સંઘપ્રદેશ દમણમાં કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પરિવહન નિયામક અને જોઈન્ટ સેક્રેટરી આશિષ મોહને સાવચેતીના પગલાં લેતા દમણ જિલ્લાના તમામ ટેક્સી અને રિક્ષા ચાલકોને સાવચેતી રાખવા સૂચના આપી હતી. પરિવહન કરતી વખતે મુસાફરો ફરજિયાતપણે માસ્ક પહેરે તેના ઉપર ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. તેમણે એમ પણ કહ્યું કે માત્ર એવા મુસાફરોને જ વાહનમાં બેસવું જોઈએ જેમણે કોવિડનું રસીકરણ કરાવ્યું છે.

આ સિવાય ટેક્સી અને રિક્ષા ચાલકોએ તેમના વાહનોને નિયમિતપણે સેનિટાઈઝ કરવા જોઈએ અને હંમેશા માસ્ક પહેરવા જોઈએ. કોઈપણ ટેક્સી કે રિક્ષા ચાલકને કોઈપણ કારણ વગર ટેક્સી અને રિક્ષા ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વાહનવ્યવહાર વિભાગ દ્વારા ટેક્સી અને રિક્ષા ચાલકોનું નિયમિત ચેકિંગ કરવામાં આવશે અને ઉપરોક્ત સૂચનાઓનું પાલન નહીં કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. બુધવારે 17 કેસ નોંધાયા બાદ ગુરૂવારે વધુ 11 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 30 ઉપર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...