કોરોના અપડેટ:દાનહમાં 10 ને દમણમાં 7 પોઝિટિવ, 73 એક્ટિવ કેસ

દમણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સંક્રમણને રોકવા શનિ- રવિવારે પ્રવાસન સ્થળો બંધ કરાવ્યા

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શનિવારે કોરોના પોઝિટિવના નવા 10 કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમા 26 સક્રિય કેસ છે. જ્યારે દમણમાં શનિવારે વધુ 7 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 47 ઉપર પહોંચી છે. દાનહ પ્રદેશમાં શનિવારે આરટી પીસીઆરના 678 નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી 10 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો. રેપિડ એન્ટિજન 136 નમૂના લેવાયા હતા જેમાથી 0 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમા કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કરવામા આવ્યુ હતુ. જેમા આજે 3639 લોકોને વેક્સીન આપવામાં આવી છે. પ્રદેશમા પ્રથમ ડોઝ 429866અને બીજો ડોઝ 297631 વ્યક્તિઓને આપવામા આવ્યો છે, ટોટલ 727497 લોકોને વેક્સીન આપવામાં આવી છે.

દમણમાં શનિવારે કોરોના પોઝિટિવના વધુ 7 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 47 થઇ છે. દમણ પ્રદેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે વીકએન્ડ એટલે કે શનિ અને રવિવારની રજામાં પ્રવાસ સ્થળ ઉપર પ્રતિબંધના આદેશ કરાયા છે. આ ઉપરાંત બહારથી આવનારાએ ડબલ ડોઝ વેક્સિન લીધી હશે તો જ પ્રવેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...