એપ્રેન્ટિસ માટે પસંદગી:દમણ ITIના કેમ્પસ ઇન્ટરવ્યુમાં 10 કંપનીએ 104 તાલીમાર્થીની એપ્રેન્ટિસ માટે પસંદગી

દમણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દમણવાડાના સરપંચ, આચાર્ય અને ઓદ્યોગિક એકમના પ્રતિનિધિ હાજર રહ્યા

દમણની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટીટ્યુટમાં (આઇટીઆઇ) તાલીમાર્થી માટે કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરાયું હતું. જેમાં દમણની 10થી વધુ ઓદ્યોગિક એકમના પ્રતિનિધિએ ભાગ લીધો હતો. જુદા જુદા ટ્રેડના 104 તાલીમાર્થીની એપ્રેન્ટિસશીપ માટે પસંદગી કરવામાં આવી હતી. દમણમાં પ્રથમ વખત આઇટીઆઇના તાલીમાર્થીઓ માટે પ્રથમ વખત સ્થળ ઉપર નોકરીનું આયોજન કરાયું હતું.

કેમ્પસ ઇન્ટરવ્યુના મુખ્ય અતિથિ તરીકે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ તાલીમાર્થીને શુભકામના પાઠવી હતી. ગોસાવીએ તાલીમાર્થીને સંબોધતા જણાવ્યું હતું કે, ઉદ્યોગોના કારણે જ દમણની ઓળખ અને સમુદ્ધિ છે. શ્રમેવ જયતેના મંત્રને આત્મસાત કરી લગનથી કામ કરીને ઉદ્યોગ સંચાલકોને કાયમી નોકરી આપે એ રીતે કામ કરવા સલાહ આપી હતી. આઇટીઆઇના તાલીમાર્થીને કેમ્પસ પ્લેસમેનટ મળે એ સરકારનું વિઝન છે.

આઇટીઆઇના પ્રિન્સિપાલ ડો. અવિનાશ ચૌધરીએ સરકાર દ્વારા એપ્રેન્ટિસશીપ ભરતી માટે કરેલા આયોજનની માહિતી આપી હતી. કેમ્પસ પ્લેસમેન્ટમાં દમણની સોવરિન ફાર્મા, બાંસવાડા ગારમેન્ટ, પેનાસોનિક લાઇફ સોલ્યુશન, અવી ગ્લોબલ પ્લાસ્ટ, મલ્ટી લાઇટિંગ, કાબરા, ઓલટાઇમ પ્લાસ્ટિક, ઝાયડસ હેલ્થકેર, બીક સેલો અને મેકલોઇડસ ફાર્મા કંપનીએ ભાગ લીધો હતો. સોમનાથના સરપંચ ચૈતાલીબેન કામલીએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...