તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરીગામમાં મંગળવારે જિલ્લા પંચાયત બેઠકના ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં ભાજપનો ખેસ ધારણ કરનારને પંકજ કમલાશંકર રાય દ્વારા ફોન પર ધમકી આપતા ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.સરીગામ જિલ્લા પંચાયત મત વિસ્તારના ભાજપ કાર્યાલય નું 16 મી ફેબ્રુઆરીએ મંત્રી રમણ પાટકરના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું.જેમાં ઘણા કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.જેમાં ધર્મેન્દ્ર શિવ બચ્ચન પ્રધાને (વય,43,રે,સાંઈ જલાજ્યોત એપાર્ટમેન્ટ, ત્રણ રસ્તા સરીગામએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જે પોતાના ભાઈ સંજય ગંગાધર (રે,તુલસી રો હાઉસ,લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે,સરીગામ)ના ઘરે ગયો હતો.
જ્યાં નીલેશ બલેશ્વર રાય (રહે.સરીગામ)એ પહોંચી પંકજ મળવા માગે છે કહી ધર્મેન્દ્રને ફોન પકડાવી દીધો હતો.જે ફોન પર પંકજ રાયે તું,બહુ ઉડે છે,બે કલાકમાં તારુ પૂરું કરી દઈશ. તેવી ધમકી આપતા ફોન કટ કરી દીધો હતો. ત્યાર બાદ ધર્મેન્દ્રને શોધતા ફરી એપાર્ટમેન્ટ પાસે આવી જતા ધર્મેન્દ્ર પ્રધાન સંતાઈ ગયો. પંકજ રાયે બે આંગળી ઉંચી કરી,હાથ હલાવી ઈશારા થી મારી નાખવાની ધમકી આપતા ધર્મેન્દ્ર પ્રધાને પંકજ કમલાશંકર રાય અને નિલેશ બલેશ્વર રાય વિરુદ્ધ ભીલાડ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે.આરોપી સરીગામનો ઇન્ચાર્જ સરપંચ હોવાનું જાણવા મળ્યું છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.