તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક સમસ્યા:ભીલાડ ટ્રાફિક સમસ્યાનો સળગતો પ્રશ્ન હલ કરવા કલેકટરમાં ઘા

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષથી ટ્રાફિક સમસ્યાએ વિકરાળ સ્વરૂપ લીધું છે

ભીલાડ વિસ્તારના માર્ગો પર સતત ટ્રાફિક જામની સમસ્યાથી રહીશો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકો અને વાહન ચાલકોની પરેશાની હળવી કરવા 26મી ઓગસ્ટે ભીલાડના અગ્રણીઓએ કલેકટરને આવેદન પત્ર આપ્યું છે.

ઉમરગામ તાલુકાના ભીલાડ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષોથી ટ્રાફિક સમસ્યાએ વિકરાળ સ્વરૂપ લીધું છે. ભીલાડમાં પોલીસ મથક કાર્યરત હોવા છતાં વર્ષોથી વાહન ચાલકો ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. સરીગામ જીઆઇડીસી અને ઉમરગામ જીઆઇડીસી વિસ્તારોમાં અંદાજિત 5 હજારથી વધુ એકમો ધમધમતા થતા ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેનાથી સ્થાનિકો ને પરાવરિક મુશ્કેલી વેઠવી પડી રહી છે. કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યાને લઈ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જતા દર્દીની હાલત દયનિય બની છે.

આ પ્રશ્નના નિરાકરણ માટે ભીલાડ ગ્રામ પંચાયત સભ્ય કપિલભાઈ જાદવ, રાજેશભાઈ વારલી,જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ પીયૂષભાઈ શાહ અને જૈન સોશ્યલ ગ્રુપ (બીએસએફ)ના સેક્રેટરી સંતોષભાઈ લુણાવતે ગુરુવારે જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહના માર્ગદર્શન હેઠળ કલેકટરને આવેદન પત્ર આપી ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન હલ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...