હાલાકી:નાહુલી રેલવે અંડર પાસનું કામ મંથર ગતીએ, ચોમાસામાં હાલાકી વધશે

ભીલાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનચાલકોએ હાલ ભીલાડ ફાટક, નાળામાંથી પસાર થવાની નોબત

એકલારાથી યુપીએલ લેબોરેટ્રી થઈ હાઇવેને જોડતો માર્ગ પર નાહુલી રેલવે ફાટક પાસે રેલવે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા રેલવે અંડરપાસનું કામ મંદગતિથી આગળ વધી રહ્યું છે. જે લઈ કરમબેલા હાઇવે અને ભીલાડ રેલવે ગરનાળાનાં ટ્રાફિક સમસ્યામાંથી ચોમાસા પહેલા મુક્તિ મળવાની વાહન ચાલકોની આશા ધૂંધળી દેખાઇ રહી છે.

ભીલાડ, મોહનગામ રેલવે ફાટક અને ભીલાડ રેલવે ગરનાળાનાં ટ્રાફિક જામથી વાહન ચાલકો છેલ્લા કેટલાક વર્ષોથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.ટ્રાફિક જામની સમસ્યા એટલી હદ વટાવી ચૂકી કે ઇમરજન્સી સમયે કોઇ દર્દીને હોસ્પિટલમાં લઈ જવું અઘરું બની રહ્યું છે.

સરીગામ અને ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તથા આજુબાજુ આવેલા ગામોમાં આવેલા એકમોનાં કામદારો,શાળા કોલેજનાં વિદ્યાર્થીઓ ,સ્ટાફ ,સરકારી કચેરીમાં આવતા જતા કર્મચારીઓ તથા અન્યોને ઉમરગામ તાલુકામાંથી વાપી તરફ જવા માટે ટ્રાફિક જામની સમસ્યા માંથી મુક્તી મળે તે માટે નાહૂલી રેલવે ફાટક પાસે રેલવે વિભાગ દ્વારા અંડરપાસનું કામ હાથ ધર્યું છે.જે કામ રોકેટ ગતિ થી આગળ વધાર્યા બાદ હાલ મંથર ગતીએ આગળ વધતા ચોમાસા પહેલા આ રેલવે અંડર પાસ શરૂ થવાના કોઇ અણસાર દેખાતા નથી અને ચોમાસામાં હજારો વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડશે તે નિશ્ચિત છે. હાલ રેલવે અંડરપાસને લઈ માર્ગમકાન ખાતાએ પૂનાટથી એકલારા થઈ રેલવે ફાટકને જોડતા માર્ગને પહોળો કરી નવો બનાવ્યો છે.

યુપીએલ લેબોરેટ્રી પાસેનું રેલવે અંડરગ્રાન્ડ નાળાનું પૂર્વ ભાગનું કામ અધૂરું રહેતા વાહન ચાલકોને હજુ પણ ભીલાડ રેલવે ફાટક,ભીલાડ રેલવે ગરનાળા તથા મોહન ગામ રેલવે ફાટક નો ટ્રાફિક જામમાંથી પસાર થવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...