જાનથી મારી નાંખાવાની ધમકી:છોકરી અંગે ગામમાં શું વાતો કરો છો કહી 1ને ઢીબી નાંખ્યો, 3 સામે ફરિયાદ

ભીલાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભીલાડ હોટલ પર યુવકને ફોન કરી બોલાવી માર માર્યો

ભીલાડ હાઇવેની એક હોટેલ પર ભીલાડનાં યુવકને ફોન કરી બોલાવી ત્રણ યુવાનોએ છોકરી અંગે ગામમાં શું વાતો કરો છો કહી મારમારી જાનથી મારી નાંખાવાની ધમકી આપતા ત્રણેય ઇસમો સામે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવાય છે.

ભીલાડ હાઇવે પર નરોલી બ્રિજ પાસે આવેલી નુર હોટલ પર અખત્તર અલી શોકત અલી શેખે ભીલાડ આઝાદ નગરમાં રહેતા રિજવાન અલી રમજાન અલી શેખને 4મેનાં રોજ સવારે 10 કલાકે ફોન કરી હોટલ પર બોલાવ્યો જ્યાં પહેલેથી હાજર અલીએહમદ ફરીજુદેન શેખ (રે.ભીલાડ,આઝાદ નગર) અને જુલેફકાર અહમદ મોહમ્મદ સગીર શેખ અને મિત્ર અખતરે રિઝવાનને તું મારી છોકરી બાબતે ગામમાં શું વાત કરે છે કહી ઝઘડો કરી, ગાળો ઢીક્ક મૂકીનો માર માર્યો હતો.

રીજવાને બૂમાબૂમ કરતા ત્રણેય મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. રિજવાનેને નાકમાં લોહી નીકળતા ભીલાડ સીએચસીમાં સારવાર લઇ પોલીસ મથકમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...