સરીગામ ઇન્ડસ્ટ્રઝ એસોસિએશન પ્રમુખ પદ માટે માત્ર એક ઉમેદવારી નોંધાઇ છે.જેથી આ ઉમેદવાર બિનહરીફ ચૂટાયેલા જાહેર થશે. સરીગામ ઇન્ડ.એસોસિએશનની ચૂંટણી 19 મેનાં રોજ યોજાવાની છે.આ ચૂંટણી માટે 548 મેમ્બર પોતાનો મતાધિકારોનો ઉપયોગ કરશે.ચૂંટણી માટે 2 મેનાં રોજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખે પ્રમુખ પદ માટે કમલેશ આઇ ભટ્ટ દ્વારા બે ઉમેદવારી પત્ર રજૂ કરાતા અને હરીફ ઉમેદવાર ન રહેતા કમલેશ ભટ્ટ એસઆઇએ પ્રમુખ તરીકે નિશ્ચિત છે.જ્યારે 12 કમિટી મેમ્બર માટે 20 ફોર્મ ભરાયાં હતાં.
જેમાં એકલ દોકલ કમિટી મેમ્બરનાં ફોર્મ છોડી તમામ ફોર્મ ટીમ દ્વારા ભરવામાં આવ્યા તથા તેમના ફોર્મ પરત ખેંચવાના ફોર્મ પણ ટીમ પાસે ઉપલબ્ધ રહેતા કમિટી મેમ્બર પણ બિન હરીફ બને તેવી હવા બની છે.એસઆઇએનાં પૂર્વ પ્રમુખ શિરીષ દેસાઈની અધ્યતામાં સિનિયર અને જુનિયર ઉદ્યોગપતિની બનેલી ટીમ એસ્ટેટમાં વિકાસ અને ઉદ્યોગોને સુવિધાને લઈ બે વર્ષ માટે યોજાનારી ચૂંટણી બિનહરીફ કરવા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
જે નિર્ણય પર આગળ વધી પ્રમુખ માટે માત્ર કમલેશ આઇ ભટ્ટ દ્વારા ફોર્મ રજુ કરાતા અન્ય કોઇએ ફોર્મ ન ભરતા પ્રમુખની બિન હરીફ વરણીની માત્ર ઓપચારિકતા બાકી રહી છે. ફોર્મ ખેચવાની છેલ્લી તારીખ 7 મે છે. છેલ્લા દિવસે 12 કમિટી મેમ્બર માટે ભરાયેલા 20 ફોર્મમાંથી કેટલા ફોર્મ પરત ખેંચાય તેના ઉપર સાૈની નજર છે.
એસઆઇએની ચૂંટણી બિન હરીફ કરવા અગ્રણી ઉદ્યોગપતિની ટીમ એકલ દોકલ ઉદ્યોગપતિને ફોર્મ પરત ખેંચવા મનાવવા પ્રયાસ કરી રહી છે.કમિટી મેમ્બર માટે 12 દાવેદારી ફોર્મ પરત ખેંચવાનાનાં અંતિમ દિવસે રહે તો ચૂંટણી 19 મેનાં રોજ સવારે 9 થી સાંજે 5 કલાકે યોજાશે.અને 19 મે નાં રોજ જ મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.