તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિકોને હેરાનગતિ:ભીલાડ RTO પર આરોગ્ય વિભાગના પોઇન્ટથી ગામના કાર ચાલકો ત્રાહિમામ

ભીલાડ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહારાષ્ટ્રના લોકોથી RTPCR ટેસ્ટ રિપોર્ટ મંગાતા સ્થાનિકોને પણ હેરાનગતિ

ભીલાડ આરટીઓ કચેરી પાસે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેક પોઇન્ટ ઉભો કર્યો છે.જે પોઇન્ટ પર મહારાષ્ટ્ર રાજ્ય તરફ થી આવતા તમામ કાર ચાલકો પાસે 72 કલાક ના આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કર્યા છે.રિપોર્ટ વિના ના મુસાફરો ને પરત મોકલવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્ર તરફ થી આવતા કાર ચાલકો ના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરતા મહારાષ્ટ્ર ની બોર્ડર પર આવેલા ઉમરગામ તાલુકા ના મલાવ,તલવાડા, નંદીગામ વિસ્તાર ના કાર ચાલકો ને ભીલાડ આરોગ્ય પોઇન્ટ માંથી પસાર થવાની ફરજ પડી રહી છે.જેમના પાસે થી આરટીપીસીઆર ની માંગણી કરાતા પોલીસ જવાનો સાથે કાર ચાલકો ની રકચક થઈ રહી છે.

ઉમરગામ વિસ્તાર માંથી મલાવ માર્ગે ભીલાડ હાઇવે પર પસાર થનારા કાર ચાલકો પાસે પણ આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ ની માંગણી કરવામાં આવી રહી છે.જેનાથી બોર્ડર વિસ્તાર ના ગામો ના કાર ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠયા છે.બોર્ડર વિસ્તાર ની કંપની માં જતા અધિકારી ઓ પણ ત્રસ્ત બન્યા છે.માર્ગો બદલવાની ફરજ પડી રહી છે.બોર્ડર ની હોટલ કે સીએનજી પેટ્રોલ પુરાવી પરત ફરતા કાર ચાલકો પાસે રિપોર્ટ ની માંગણી કરાતા તંત્ર અને કાર ચાલકો વચ્ચે રકઝક થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો