તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ઝડપાયો:વાપી દમણગંગા બ્રિજ પર ફિલ્મી ઢબે ભાગવા જતા કારે ડિવાઇડર કુદાવ્યું

ભીલાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફસાઇ ગયેલી કારમાંથી 1.36 લાખનો દારૂ ઝડપાયો

વાપી દમણગંગા બ્રિજ પાસે રવિવાર રાત્રે એલસીબીની ટીમે નાકાબંધી કરતા ખેપિયાએ કાર ડિવાઇડર કુદાવી ભાગવા જતા કાર ફસી જતા ખેપિયો ઉતરીને ભાગી છૂટ્યો હતો.કાર માંથી રૂ.1.36 લાખ નો દારૂ ઝડપાયો હતો.તો એક દારૂ ભરેલી કાર,પાઈલોટિંગ કાર ચાલક અને પલ્સર ચાલક ભાગવા માં સફળ થયા હતા.

એલસીબી ની ટીમ રવિવારે રાત્રે વાપીમાં પેટ્રોલિંગમાં હતી.ત્યારે મળેલ બાતમી આધારે મુંબઇ થી વાપી જતા હાઇવે દમણગંગા બ્રિજ પાસે રાત્રે 10.15 કલાકે નાકાબંધી માં ફિલ્મી દ્દશ્યો સર્જાયા હતા.દમણ થી દારૂ ભરી ભીલાડ તરફ થી બાતમી વાળી બે સ્વીફ્ટ કાર આવતા પોલીસે ટ્રાફિક જામ કરી બેટરીના અજવાળે નંબર ચેક કરી રહ્યા હતા.ટ્રાફિકમાં ફેસલી બે કારમાંથી એક સ્વીફ્ટ કાર ડિવાઇડર કુદાવી રોંગ સાઈડ ટ્રેક પર જઈ ભીલાડ તરફ ફસાઇ ગઇ હતી ચાલક ભાગી ગયો હતો.જ્યારે પાઈલોટિંગ કરતો પલ્સર ચાલક ટ્રાફિક જામ નો ફાયદો ઉઠાવી વાપી તરફ ભાગી ગયો હતો.જ્યારે આઇ ટ્વેન્ટી કાર ચાલક યૂ ટર્ન મારી ભીલાડ તરફ ભાગી ગયો હતો.જ્યારે ડિવાઇડર કુદાવા જતા ફસી ગયેલી કારમાં પર ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવેલી હતી. કારમાંથી 1.36લાખનો દારૂ મળી આવ્યો હતો.કાર સાથે પોલીસે કુલ 6.36 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...