તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપીને ઝટકો:વલસાડ ધરમપુર ચોકડી પાસેથી વેનિટી વેનમાંથી 283 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીના વલસાડ સેશન્સ કોર્ટ જામીન નામંજુર કર્યા

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ધમડાચી સીમમાંથી વેનિટી વેનનો પીછો કરી ઝડપી પાડી હતી
  • વેનિટી વેનમાં પાણીની ટાંકીમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો

વલસાડ પેરોલ ફ્લો સ્કોવોડ અને LCBની ટીમે 12 જાન્યુઆરી 2021ના રોજ ધરમપુર ચોકડી ઓવરબ્રિજના છેડે વાહન ચેકીંગ દરમિયાન એક વેનિટી વેનમાંથી 283 કિલો ગાંજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે કેસમાં સંડોવાયેલા આરોપી ઇબ્રાહિમ લાલભાઈ કુરેશીએ જામીન પર મુક્ત થવા કરેલી જામીન અરજી વલસાડની સેશન્સ કોર્ટ નામંજૂર કરતો હુકમ કર્યો છે.

વલસાડ પેરોલ ફ્લો સ્ક્વોડ અને LCBની ટીમ 12 જાન્યુઆરી 2021ના રોજ ધરમપુર ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહી હતી. જે દરમ્યાન વાપી તરફટી આવતી એક વેનિટી વેન (નં. GJ-23-CB7395)ના ચાલકને વેનિટી વેન અટકાવવાનો ઈશારો કરતા વેનિટી વેનના ચાલકે ગાડી આગળ હંકારી મૂકી હતી. LCBની ટીમે વેનનો પીછો કરી ધમડાચી APMC પાસેથી વેનને અટકાવી ચેક કરતા વેનમાં બનાવેલા ચોર ખાનામાંથી 283 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

જે કેસમાં રૂરલ પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ આરોપી ઇબ્રાહિમ લાલભાઈ કુરેશીએ 28 ઓગષ્ટે આરોપીએ વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન પર મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડ સેશન્સ કોર્ટના જજ DK સોનીએ આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...