વલસાડ GRPની ટીમે વર્ષ 2016થી 31 માર્ચ 2022 દરમ્યાન ટ્રેનમાં પ્રોહીબિશન ડ્રાઈવ દરમિયાન ઝડપાયેલા દારૂના જથ્થાનો આજરોજ કોર્ટમાંથી મંજૂરી મેળવ્યા બાદ વલસાડની આરપીની ટીમલી રેલવે યાર્ડમાં નાશ કર્યો હતો.
વલસાડ GRPની ટીમે વર્ષ 2016 થી 31માર્ચ 2022 દરમિયાન અલગ અલગ ટ્રેનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. અત્યાર સુધીમાં વલસાડ GRP પોલીસ મથકે નોંધાયેલા 1043 કેસોમાં 40,472 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની કુલ કિંમત રૂ.28.59 લાખનો મુદ્દામાલ આજરોજ નાશ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવી હતી.
વલસાડ GRPની ટીમે શુક્રવારે ઇસ્ટ રેલવે યાર્ડ ખાતે રનિંગ રૂમ સામે આવેલી ખુલ્લી જગ્યામાં દારૂની બોટલ ઉપર રોલર ફેરવી નાશ કર્યો હતો. GRPના DySP બી. એ. ચૌધરી, નશાબંધી અને આબકારી ખાતાના PSI એ. આઈ. પટેલ, ડુંગળી સર્કલ ઓફિસર જે આર પટેલ અને વલસાડ GRPના PSI જે વી વ્યાસની હાજરીમાં GRPના પોલીસ જવાનોએ 28.59 લાખના દારૂના જથ્થા ઉપર રોલર ફેરવીને દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.