તાજેતરમાં CNG ગેસના ભાવો વધતા જોઈ રિક્ષા ચાલકની હાલત દિવસે દિવસે કાફોલી બની રહી છે. CNGમાં અસહ્ય ભાવ વધી રહ્યા છે. સામે લોકો ઉપર તેનું ભારણ ન થાય તે માટે રિક્ષા ચાલકોએ રિક્ષાના ભાડામાં કોઈ ભાવ વધારો કર્યો નથી. કોરોનાની મહામારી બાદ લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી બની ગઈ છે. ત્યારે રિક્ષા એસોસિએશન દ્વારા લોકોને મોંઘવારીનો વધુ માર સહન ન કરવો પડે અને રિક્ષા ચાલકની પણ આજીવિકા ચાલતી રહે તે માટે વલસાડ રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવીને રાજ્ય સરકારને CNG ગેસના ભાવો ઉપર અંકુશ લાવવાની માંગ કરી છે.
કોરોના મહામારી બાદ દેશમાં મધ્યમ વર્ગીય લોકોની આર્થિક પરિસ્થિતી ઘણી નબળી થઈ છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો લોકલ ટ્રાસ્પોટેશન માટે રિક્ષા ઉપર ડિપેન્ડ રહે છે. અને રાજ્યમાં મોટા ભાગે બેરોજગાર યુવકોને આજીવિકા પણ રિક્ષા આપી રહ્યું છે.
તાજેતરમાં વધતા જતા CNGના ભાવોને લઈને રાજ્યભરમાં રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રાજ્ય સરકારને CNGના ગેસના ભાવો અંકુશમાં લાવવાની માંગ કરી રહ્યા છે. રિક્ષા ચાલકો દ્વારા વધતા જતા CNGના ભાવો સામે યાત્રીઓના ભાડામાં કોઈ વધારો કર્યો નથી.
રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં જો ભાવ વધારો અંકુશમાં લાવવામાં નહીં આવે તો રિક્ષા ચાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં રિક્ષા ચાલકોની હાલત કફોડી બની રહી હોવાનું રિક્ષા ચાલકોએ જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.