ઉમરગામ તાલુકાની આંબા વાડીમાં કેરીનો પાક તૈયાર થતા બજાર આફૂસ અને રાજાપુરી કેરીનું આગમન થયું છે.છેલ્લા એક સપ્તાહથી થી ખેડૂતો વેચાણ માટે કેરી ઓ બજાર માં લાવતા કેરી નાં વેપારી ત્યાં કેરી ની મોટી પ્રમાણ માં આવક થઈ રહી છે. ઉમરગામના દરિયા કાઠા વિસ્તારના ડુંગર વિસ્તારમાં આવેલી આંબાવાડીઓમાં કેરીનો પાક તૈયાર થતા બજારમાં રોજ 50 ટન માલ ઠલવાઇ રહ્યો છે.
આફૂસ કેરી મણનાં 700 થી 740 છે.જયારે એકસપોર્ટનાં 900થી 1200 રૂનાં ભાવે ખરીદી થઈ રહી છે. ઉમરગામ તાલુકામાં કરમબેલા, કનાડું, માંડા, ભીલાડ, સરીગામ, પુનાટ, સરઈ, માંડા, ખતલવાડા, સંજાણ, ઉમરગામ, નાંહુલી સહિતનાં ગામોમાં વેપારીઓ કેરીની ખરીદી કરી રહ્યા છે. ઉમરગામ તાલુકામાં આંબા વાડીને વરસાદ અને ઝાકળનું હવામાન માફક ન આવતા આ વર્ષે કેરીનો પાક 50ટકા જ રહ્યો છે.
12 મેથી કેરીનું બજારમાં આગમન થયું છે.ઉમરગામ તાલુકામાં ખેતીવાડી બજાર ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કેરીની ખરીદી ન કરતા ખેડૂતો કેરી વેપારીઓને વેચી રહ્યા છે. તાલુકાના પ્રશ્ચિમ ભાગના ગામોમાં કેરીનો પાક તૈયાર થયો છે.જ્યારે પૂર્વ પટ્ટીના ગામોમાં કેરીનો પાક એક સપ્તાહ પછી તૈયાર થશે.
આ ગામોમાંથી કેરી ઠલવાઇ રહી છે
કનાડું, બિલિયા,પાલી કરમબેલી, માંડા,ધોડીપાડા, ક્લગામ, કરમબેલા,વલવાડા, પુનાટ, અણગામ, બોરીગામ, બોરલાઇ,મોહન ગામ,સરીગામ,ડહેલી, ફણસા,એકલારા, ગોવડા,સંજાણ, ખતલવાડા સહિતનાં અન્યો ગામોમાંથી પ્રતિ રોજ 50 ટન કેરી વેચાણ માટે આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.