ભીલાડ પંચાયતની બાજુમાં આવેલા બીલીપત્ર એપાર્ટમેન્ટમાં ગુરુવારે ધોળે દિવસે ત્રાટકેલા ચોરટાઓએ આજુ બાજુના બે ફ્લેટને નિશાન બનાવી સેન્ટ્રલ લોક તોડી બંને ફ્લેટમાંથી રોકડ, સોનાના દાગીના મળી કુલ રૂ.8 લાખની મતા પર હાથ સાફ કરી પલાયન થઇ જવાના બનાવથી આ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
ભીલાડ ગરનાળા રોડ પર ગુરુ દેવ નગર સામે બીલીપત્ર એપાર્ટમેન્ટમાં પ્રદીપભાઈ પ્રેમ શંકર મિશ્રા તેમના પરિવાર સાથે રહે છે.અને સરીગામ જીઆઈડીસીમાં આવેલી સ્વીટ ઓમ્ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.રાબેતા મુજબ 9 જૂને સવારે 9.30 કલાકે ઘર થી કંપની માટે તેઓ નીકળી ગયા હતા .જ્યારે તેમનો પુત્ર સવારે 11 કલાકે ટ્યુશન પર તથા પત્ની ઘર બંધ કરી ધાર્મિક કાર્યક્રમમાં ગઈ હતી. બપોરે એક કલાકે પત્ની અને પુત્ર પરત ઘરે ફરતા દરવાજાનો લોક તૂટેલી હાલતમાં પડ્યો હતો.
ઘર માં પ્રવેશ કરી માસ્ટર બેડરૂમમાં જતા કબાટનાં કપડા વેરવિખેર હતા.લાકડાનાં કબાટનો લોકર તોડી ચોરટાઓ 201 ગ્રામ સોનાના રૂ.646960 ની કિંમતનાં સોના ચાંદીનાં દાગીના,2199 ગ્રામ ચાંદીનાં ઘરેણાં તથા રૂ.80 હજાર રોકડની ચોરી કરી ગયા હતા.
ફ્લેટ નં.305માં રહેતા લીધું હેરાન જ્યાંણીનાં ઘરના દરવાજાનો આગળો લોક સાથે કોઈ સાધન વડે તોડી ચોરટાઓ બેડ રૂમમાં કબાટમાંથી 24ગ્રામ સોનું તથા 200 ગ્રામ સોનું મળી કુલ રૂ.74 હજારનાં સોના ચાંદીનાં ઘરેણાંની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે પ્રદીપભાઈ પ્રેમ શંકર મિશ્રાએ અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.