તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીની ઘટના:પુનાટ સાઈ મંદિરની બે દાન પેટી ચોરાટો રાત્રે ઊંચકી ગયા

ભીલાડ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પેટીમાંથી રોકડ કાઢી લઇ આંબાવાડીમાં ફેંકી ગયા

પુનાટ ગામ ખાતે આવેલ સાંઈ મંદિરમાંથી બુધવારના રાત્રે ચોરાટો બે દાન પેટીને ઊંચકી ગયા હતા. ભારે વજન દાર દાન પેટી બાજુની આંબા વાડીમાં લઈ જઈ તોડી રોકડ રકમ લઈ પ્લાયન થઈ ગયા હતા. સરીગામથી પુનાટ જતા માર્ગ પર પુનાટ ગામે સાંઇ મંદિરમાં બુધવારની રાત્રે ચોરાટો મંદિરના દરબાજો પર લગાવેલ તાળાં પાસેનો નકુચો તોડી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. મંદિરમાં સાંઈની મૂર્તિ સામે મુકેલ બે વહન દાર દાન પેટી ચોરાટો ઊંચકીને લઈ ગયા હતા. અને મંદિરના પાછળના ભાગે ફેનસિંગના તાર કાપી આંબાવાડીમાં લઇ ગયા હતા. જ્યાં દાન પેટી તોડી રોકડ રકમ લઈ પ્લાયન થઈ ગયા હતા.

મંદિરમાં મુકવામાં આવેલ દાન પેટી મહિનાની પહેલી તારીખે ખોલી દાનની રકમ કાઢી લેવામાં આવતી હતી. જો કે ચોરાટો મહિનાની છેલ્લી તારીખે આ ચોરીનું કૃત્ય કરતા ભક્તો જનોએ નિંદા કરી હતી. માંડામાં ધોળે દિવસે ચોરીની ઘટના બાદ ચોરાટોએ સાંઈ મંદિરમાં વજન દાર દાન પેટીની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો