શ્રદ્ધાનો શ્રાવણ:આજે શ્રાવણના પ્રથમ શનિવારઃ કલગામમાં સ્વયંભૂ પ્રગટેલા હનુમાન મંદિરે જિલ્લાભરમાંથી હજારો ભક્તો ઉમટી પડશે

ભીલાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરમાં સવારે 5 વાગ્યા થી રાત્રે 8 કલાક સુધી દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી

ઉમરગામ તાલુકાના દરિયા કાંઠે આવેલા કલગામ ગામ ખાતે સ્વયંભૂ પ્રગટ થયેલા મનાતા હનુમાન દાદાના મંદિરે શ્રાવણ માસનાં પ્રથમ શનિવારે 50 હજાર ભક્તોની ભીડજામશે જેને ધ્યાનમાં લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે.અંદાજિત 50 હજારથી વધુ ભક્તોની જન સંખ્યાને ધ્યાનમાં લઇ ટ્રસ્ટ દ્વારા ભાઈ અને બહેનો માટે એન્ટ્રી અને એક્ઝિટ અલગ અલગ કરી દીધી છે.અને મંદિરમાં ભક્તો જનો સવારે 5 કલાકથી રાત્રે 8 કલાક સુધી દર્શન કરી શકશે.

કલગામ ગામ ખાતે અંદાજિત 350 વર્ષે પૂર્વે રાયણનાં વૃક્ષમાં સ્વયંભૂ પ્રગટ થયેલા મનાતા હનુમાન દાદાના આકરા બાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલું. આ મંદિર ભક્તોજનોનું આસ્થાનું પ્રતિક છે.લોક વાયકા મુજબ આશરે 350 વર્ષ પૂર્વે ઘાસિયા મેદાનમાં રાયણનું વૃક્ષ હતું.જે રાયણનાં વૃક્ષ માં સ્વયંભૂ હનુમાન દાદા પ્રગટ થયેલા.મંદિરનાં બાજુમાં કૂવો છે.કૂવો અને મંદિરનાં બાંધકામમાં સિમેન્ટ કે રેતી નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

કૂવા અને મંદિરનાં કરેલા બાંધકામ સમયે બરમદેવ નામના દેવતાને નિમંત્રણ ન મળતાં મધ્ય રાત્રિએ કૂકડો થઈને બોલતા સવાર થઈ ગઇ સમજી બધા દેવતા અધૂરું બાંધકામ મૂકી ચાલી ગયા હોવાની લોક વાયકા છે.મંદિર અને કૂવામાં ઉપયોગ કરેલા લાલ પથ્થર મંદિરથી બે કિમીનાં અંતરે આવેલી એક વાડીમાંથી લાવવામાં આવ્યા હતા.જે પથ્થર રોડેરોડે પડ્યા હતા.મંદિર અને કૂવાનું અધૂરું બાંધકામ વર્ષો બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.

કલગામ હનુમાન મંદિરમાં દર વર્ષે સુરતથી લઇ મુંબઇ સુધીના ભક્તોનો મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લાના સ્થાનિક હજારો ભક્તો તો શ્રાવણ માસના શનિવારે પગપાળા પોતાના ઘરેથી નિકળે છે અને મંદિરે દર્શનાર્થે પહોંચે છે.કોરોનાકાળમાં 2 વર્ષ મંદિર બંધ રહેતા આ વર્ષે ભક્તોની સંખ્યા વધવાનો અંદાજ છે.

કલગામ હનુમાન મંદિરે શ્રાવણનાં પ્રથમ શનિવારે હજારો ભક્તો રાત્રે પગપાળા દર્શન કરવા આવે છે. સેવાભાવી લોકો દ્વારા ભીલાડ,સરીગામ, કરજગામ, કનાડુ, ફણસા ચાર રસ્તા,મરોલી ચાર રસ્તા, સરઈ ફાટક , કલગામ કોસ્ટેલ હાઇવે આઇસ ફેકટરી સહિત અન્યો સ્થળો એ ચા,પાણી અને નાસ્તાની વ્યવસ્થા ઉભી કરશે.

અન્ય સમાચારો પણ છે...