સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના 12 કમિટી મેમ્બર માટે સહમતી ન સંધાતાં 19 મેનાં રોજ એસઆઇએ હોલ માં સવારે 9 થી 5 કલાકે ચૂંટણી યોજાશે.જે માટે 548 સભ્યો પોતાનો મતાધિકાર નો ઉપયોગ કરશે.એસ આઇએ સંગઠનનાં પ્રમુખ તરીકે કમલેશ આઇભટ્ટની પહેલા જ બિન હરીફ વરણી થઈ ચૂકી છે.
એસઆઇએનાં પ્રમુખ અને 12 કમિટી મેમ્બર માટે બે વર્ષની ટર્મ માટે 19 મે એ ચૂંટણી જાહેર થઇ હતી.જેમાં અગાઉ પ્રમુખ તરીકે કમલેશ ભટ્ટ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા તો 12 કમિટી મેમ્બરની પણ ચૂંટણી ન થાય તે માટે અગ્રણી ઉદ્યોદકારોના પ્રયાસો નિષ્ફળ રહેતા 12 સભ્યો માટે 13ની ઉમેદવારી થતા ચૂંટણી નક્કી થઇ હતી.
એસઆઇએ કમિટી મેમ્બર પ્રમુખ માટે ઉમેદવાર કરી શકશે તેવા નવા નિયમો નક્કી થતાં કમિટી મેમ્બરમાં બિન હરીફ ચૂંટણી થકી સ્થાન મેળવવા માટે ઉમેદવારે રણનીતિ બનાવી હતી.જોકે આ રણનીતિ સફળ ન થતાં 19 મે એ યોજાનારી કમિટીની ચૂંટણીમાં વિજય બનવા માટે મોટી આશ લગાવી રહ્યા છે.જોકે 548 મતદારો 13 ઉમેદવારો માંથી 12 ની કમિટી માં સ્થાન આપવા કોને મતદાન કરે તે ચૂંટણી પૂર્ણ થયા બાદ મત ગણતરી દરમ્યાન જ માલૂમ પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.