સરીગામ ગ્રામ પંચાયત ની ચૂંટણી માં યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ પૂર્ણ બહુમત સાથે સત્તા માં વાપસી કરતાં શનિવારે કેબિનેટ મંત્રીના દ્વારે પહોચી હતી.અને સરીગામમાં બંધ પડેલો વિકાસને વેગ આપવા રજૂઆત કરી હતી.
સરીગામ પંચાયતની ચુંટણીમાં યુવા શક્તિ ચેરી ટેબલ ટ્રસ્ટનાં ચેરમેન રાકેશ રાયના માર્ગદર્શન હેઠળ પૂર્ણ બહુમત મેળવી હતી.વિકાસનાં બંધ પડેલા કામો ફરી આગળ વધારવા માટે શનિવારે રાકેશ રાયની આગેવાનીમાં પૂરી ટીમ ગુજરાત રાજ્યના નાણા મંત્રી અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈનાં દ્વારે પહોચી ભૂગર્ભ ગટર યોજના, વન વિભાગની જમીન ઉપર સ્મશાનગૃહ માટે પરવાનગી,બાયપાસ રસ્તાનું તાત્કાલિક મરામત, આદિવાસી વિસ્તારના રસ્તાના કામો,નોટીફાઈડ ગ્રાન્ટમાંથી રોડ,સ્ટ્રીટલાઈટના કામો,ઉમરગામ-મહેસાણા એકસપ્રેસ ટ્રેનનું ભીલાડ રેલ્વે સ્ટેશને સ્ટોપેજ આપવા ,ભીલાડ રેલવે ગરનાળુ અંડર પાસને ડબલ કરવાની કાર્યવાહીને ઝડપભેર પૂર્ણ કરવા,ભીલાડ ફાટક ઉપર ફલાય ઓવર બ્રીજનું નિર્માણ,અને સરીગામ મહાવીરનગર ખાતે પ્રવેશદ્વાર જેવા મહત્વના કામોની રજુઆત કરી હતી.
જેમાં મંત્રીએ સહયોગ આપની ખાતરી હતી.આ પ્રસંગે સરપંચ પદનાં વિજેતા ઉમેદવાર સહદેવ વઘાત,પૂર્વ તા.પંચાયત સભ્ય વિનોદ ઠાકુર અને પંચાયતનાં નવા વરાયેલા સભ્યો જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.