રિમાન્ડ મંજૂર:સરીગામ દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીનાં 5 દિ’નાં રિમાન્ડ

ભીલાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સરીગામ ની ગર્ભવતી મહિલા નું બુધવાર ની મધ્યરાત્રિ એ ત્રણ ઈસમો એ અપહરણ કરી કારમાં દુષ્કર્મ આચર્યું હતું.જે ગુના માં ઝડપાયેલા ત્રણ આરોપીને શનિવારનાં રોજ કોર્ટમાં રજુ કરતા 12 મી જાન્યુઆરી સુધીનાં રિમાન્ડ મંજૂર કરાયા હતા.

ઉમરગામ તાલુકાનાં સરીગામ ખાતે બુધવારની મધ્યરાત્રિએ દિયર સાથે કારમાં હોસ્પિટલ જતી મહિલાનું બાઈક પર આવેલા સુનીલ વિજય વારલી,રાહુલ બાબુરાવ કામ્બલે અને સૂરજ વિધાનંદ ઝાએ અપહરણ કરી 10 કિમી દૂર નિકોલી ગામ ખાતે કારમાં જ દુષ્કર્મ આચર્યું હતું.

સરીગામમાં બનેલ ધૃણાસ્પદ ઘટનાનાં આરોપીને ભીલાડ અને જિલ્લા પોલીસની ટીમે 2આરોપીની ગણતરીનાં કલાક માંજ અટક કરી હતી જ્યારે અન્ય એકને 15 કલાક માં ઝડપી પાડયો હતો. ઝડપાયેલા આરોપીને ભીલાડ પીએસઆઈ બીએચરાઠોડે શનિવારે ઉમરગામ કોર્ટેમાં રજુ કરી આરોપી પાસે એક મોબાઈલ તથા ઓળખ પરેડની તપાસને લઈ સાત દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી.કોર્ટે આરોપીનાં 12 મી જાન્યુઆરી સુધી 5 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...